ઇસ્લામાબાદ, તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની સજા પર સ્ટે મુક્તા તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે, ખાન એટોક જેલમાંથી બહાર આવે તે પહેલાં, તેને સિક્રેટ લેટર ચોરીના કેસ (સાયફર ગેટ કૌભાંડ)ના સંબંધમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા. પાકિસ્તાનના અખબાર ’ધ ડોન’ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
પૂર્વ કાયદા મંત્રી અને સરકારી વકીલ અતા તરાડએ જિયો ન્યૂઝને જણાવ્યું – ઈમરાનની સજા સસ્પેન્ડ કરવામાં આવી છે. તેને જામીન મળી ગયા છે, પરંતુ હાલ તે જેલમાંથી મુક્ત થઈ શકે તેમ નથી. તેનું કારણ એ છે કે સાઇફર ચોરીના કેસમાં કોર્ટે તપાસ એજન્સીઓને ૧૪ દિવસના ફિઝિકલ રિમાન્ડ આપ્યા છે.
એફઆઇએ ગુપ્ત પત્ર ચોરી (સાયફર ગેટ કાંડ) અને દ્ગછમ્ સાથે ૯ મેની હિંસા સંદર્ભે ખાનની પૂછપરછ કરવાની છે. ખાસ વાત એ છે કે એનએબી ખાનને પૂછપરછ માટે ૯૦ દિવસ સુધી પોતાની કસ્ટડીમાં રાખી શકે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ સહિત કોઈપણ કોર્ટ તેમને જામીન આપી શકશે નહીં. રાહત એ રહેશે કે જેલને બદલે ખાનને તપાસ એજન્સીના હેડક્વાર્ટર રૂમમાં રાખવામાં આવશે.
પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ, જે અગાઉની સત્તાધારી સરકાર હતી, તેણે ચૂંટણી પંચ સમક્ષ તોશાખાના ભેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. એવું કહેવાય છે કે ઈમરાને પોતાના કાર્યકાળ દરમિયાન અલગ-અલગ દેશોમાંથી મળેલી ગિટ વેચી હતી. ઈમરાને ઈલેક્શન કમિશનને કહ્યું હતું કે તેણે તોશાખાનામાંથી આ બધી ગિફ્ટ્સ ૨.૧૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી, જેને વેચવા પર તેને ૫.૮ કરોડ રૂપિયા મળ્યા હતા. બાદમાં આ રકમ ૨૦ કરોડથી વધુ હોવાનું બહાર આવ્યું હતું.
લગભગ બે વર્ષ પહેલા અબરાર ખાલિદ નામના પાકિસ્તાની વ્યક્તિએ માહિતી આયોગમાં અરજી દાખલ કરી હતી. કહ્યું- ઈમરાનને અન્ય દેશો તરફથી મળેલી ભેટની જાણકારી આપવી જોઈએ. જવાબ મળ્યો – ભેટની વિગતો આપી શકાતી નથી. ખાલિદ પણ જિદ્દી થઈ ગયો. તેણે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનને પૂછ્યું હતું કે તમે ભેટની માહિતી કેમ નથી આપતા? તેના પર ખાનના વકીલે જવાબ આપ્યો – આ દેશની સુરક્ષા માટે જોખમ છે. અન્ય દેશો સાથેના સંબંધો બગડી શકે છે. એટલા માટે અમે લોકોને અન્ય દેશોમાંથી મળેલી ભેટ વિશે માહિતી આપી શક્તા નથી.
તોશાખાનાનો કેસ બે રીતે ચાલે છે. આ મામલે કોર્ટમાં ઈમરાનની સુનાવણી ચાલી રહી છે. આ સિવાય ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી તેની પત્ની બુશરા બીબીને પૂછપરછ માટે બોલાવી રહી છે, કારણ કે બુશરાએ જ તોશાખાનાને કરોડો રૂપિયાની ભેટ આપી હતી.
બુશરા બીબીને પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડશે. અત્યાર સુધીમાં તપાસ એજન્સીએ બુશરાને કુલ ૧૩ વખત હાજર થવાની નોટિસ આપી છે, પરંતુ તે એક પણ વખત હાજર થઈ નથી. આ પછી, તપાસ એજન્સીએ અખબારોમાં એક જાહેરાત આપી અને કહ્યું કે જો બુશરા બીબી હાજર નહીં થાય તો તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવશે.
આ પછી ઈમરાને લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કહ્યું- મારી પત્ની હાઉસવાઇફ છે અને તેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી તેને પૂછપરછમાંથી રાહત આપવી જોઈએ. બીજી તરફ, આ જ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈમરાન વિરુદ્ધ ખૂબ જ મજબૂત પુરાવા છે અને આ જ કારણ છે કે તે કોઈને કોઈ બહાને લાંબા સમય સુધી સુનાવણીમાં વિલંબ કરવા માંગે છે.