નમાજ પઢવા બસ રોકી, સસ્પેન્ડ કરાયો તો કંડકટરે આપઘાત કર્યો

ઉત્તર પ્રદેશ પરિવહન નિગમના બસ કંડકટર મોહિત યાદવે (૩૨) ટ્રેનની નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મોહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો કારણ કે તેણે દિલ્હી જતી બસને બે મિનિટ માટે રોકી હતી જેથી બે મુસાફરો નમાઝ અદા કરી શકે. મોહિતની સાથે બસના ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.નમાઝ માટે બસ રોકવા બદલ સસ્પેન્ડ કરાયેલા યુપી રોડવેઝના બસ કંડકટરે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

મોહિત યાદવ (૩૨) રવિવારે રાત્રે ગુમ થયો હતો, તેનો મૃતદેહ બીજા દિવસે સવારે મૈનપુરીમાં તેના ઘરની નજીક રેલવે ટ્રેક પર મળી આવ્યો હતો. મોહિત દિલ્હી જતી બસનો કંડકટર હતો. બસમાં બે મુસાફરોને નમાઝ પઢવા દેવા માટે તેણે બરેલી-દિલ્હી હાઈવે પર બસને બે મિનિટ માટે રોકી હતી. આ ઘટના બાદ મોહિત અને બસના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

મોહિત યુપીના મૈનપુરી જિલ્લાના ઘિરોર પોલીસ સ્ટેશન હેઠળના નાગલા ખુશાલીનો રહેવાસી હતો. તે છેલ્લા આઠ વર્ષથી યુપી રોડવેઝમાં કરાર આધારિત કર્મચારી હતો. તેને દર મહિને લગભગ ૧૭,૦૦૦ પિયાનો પગાર મળતો હતો. આ ઘટના બાદ તેમની સેવાઓ સમા કરવામાં આવી હતી. મોહિતના મૃત્યુ પછી તેના નજીકના મિત્રએ કહ્યું, પતેની પાસે પૈસા ખતમ થઈ ગયા હતા. તે ઘર ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. સુત્રો ના અનુસાર ૫ જૂને ડ્રાઈવર અને કંડકટર બંનેને પતાત્કાલિક અસરથીથ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી બંને પબેરોજગારથ થઈ ગયા હતા. એસએચઓ ઘિરોર ભોલુ સિંહ ભાટીએ જણાવ્યું હતું કે, મોહિતનો મૃતદેહ જીઆરપી અધિકારીઓને રેલવે ટ્રેક પરથી મળ્યો હતો. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.