સુષ્મિતા સેન લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી. સુષ્મિતાએ વેબ સિરીઝ પર પોતાનો દબદબો વધાર્યો છે. આર્યાની બે સિઝન બાદ સુષ્મિતની તાલી પણ વખાણાઈ છે. સુષ્મિતાએ તેમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ અને સોશિયલ વર્કર શ્રીગૌરી સાવંતનો રોલ કર્યો છે. સુષ્મિતાને નાના પડદા પરથી હવે મોટા પડદા પર પાછા ફરવાની ઈચ્છા છે. સુષ્મિતનું માનવું છે કે, મેં હું ના ની સીક્વલ બનાવવા માટે આ યોગ્ય સમય છે અને તેમાં શાહરૂખ સાથે ફરી કામ કરવું છે.
19 વર્ષ અગાઉ સુષ્મિતા સેન અને કાજોલની ફિલ્મ કલ હો ના હો રિલીઝ થઈ હતી. ફરાહ ખાને આ ફિલ્મનું ડાયરેક્શનન કર્યું હતું. બોલિવૂડમાં બે-ત્રણ દાયકા જૂની ફિલ્મોની સીક્વલનો દોર આવી રહ્યો છે ત્યારે સુષ્મિતાએ મેં હું ના ની સીક્વલ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ચોક્સ સીક્વલ બનવી જોઈએ. ફિલ્મમાં લીડ રોલ અંગે વાત કરતાં સુષ્મિતાએ જણાવ્યું હતું કે, હું તો તૈયાર છું. આ સવાલ ફરાહ અને શાહરૂખને પૂછવો જોઈએ.
ઘણં વર્ષોથી સુષ્મિતાની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. સુષ્મિતા પણ ફિલ્મોમાં બીજી ઈનિંગ શરૂ કરવા માગે છે. સુષ્મિતાએ પોતાની ઈચ્છાને વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તે અગાઉની જેમ જ ફિલ્મોમાં ગ્લેમરસ રોલ કરવા માગે છે. મેં હું ના માં સુષ્મિતાનો સાડી લૂક ખૂબ પસંદ થયો હતો. આ સમગ્ર ફિલ્મમાં સુષ્મિતાએ સાડી પહેરી હતી. અલગ-અલગ પ્રકારની સાડીમાં સુષ્મિતાના ગ્લેમરસ અંદાજ જોવા મળ્યા હતા. એક્ટિંગમાં સુષ્મિતાએ કમબેક કર્યું છે, પરંતુ વેબ સિરીઝમાં તેમના સિરિયસ રોલ જોવા મળે છે. ફિલ્મોમાં તાલી કે આર્યા જેવા રોલ કરવાની સુષ્મિતાની ઈચ્છા નથી. કોઈ ગ્લેમરસ રોલની ઓફર આવે તેની સુષ્મિતા આતુરતાથી રાહ જુએ છે.