ગીતિકા શ્રીવાસ્તવે પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનનો ચાર્જ સંભાળ્યો

ઇસ્લામાબાદ, દેશની આઝાદી બાદ આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનની કમાન કોઈ મહિલાને આપવામાં આવી રહી છે. ૨૦૦૫ બેચના આઇએફએસ અધિકારી ગીતિકા શ્રીવાસ્તવને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશનમાં ભારતના નવા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવશે. તે સુરેશ કુમારનું સ્થાન લેશે, જેઓ ટૂંક સમયમાં નવી દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે. ઓગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો. આ પછી ભારત અને પાકિસ્તાને રાજદ્વારી સંબંધોનો દરજ્જો ઘટાડી દીધો હતો. એટલે કે હવે બંને દેશોમાં કોઈ હાઈ કમિશનર નથી. ત્યારબાદ ઈસ્લામાબાદ અને દિલ્હીમાં પાકિસ્તાની અને ભારતીય હાઈ કમિશનનું નેતૃત્વ તેમના સંબંધિત ઈન્ચાર્જ દ્વારા કરવામાં આવે છે.

ગીતિકા શ્રીવાસ્તવ હાલમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહી છે. આ અંગે માહિતી ધરાવતા લોકોએ સોમવારે આ માહિતી આપી હતી. તે સુરેશ કુમારનું સ્થાન લેશે, જે ટૂંક સમયમાં નવી દિલ્હી પરત ફરશે. શ્રીવાસ્તવ, ૨૦૦૫ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી, હાલમાં વિદેશ મંત્રાલયના ઇન્ડો-પેસિફિક વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. આ મામલાની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે શ્રીવાસ્તવ ટૂંક સમયમાં ઇસ્લામાબાદમાં ચાર્જ સંભાળે તેવી અપેક્ષા છે.

ગીતિકા શ્રીવાસ્તવ જે હાલમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત છે. તેઓ ઈન્ડો પેસિફિક ડિવિઝનમાં છે. તેણે વિદેશી ભાષાની તાલીમ દરમિયાન મેન્ડરિન (ચીની ભાષા) શીખી. તેણી ૨૦૦૭ થી ૨૦૦૯ દરમિયાન ચીનમાં ભારતીય દૂતાવાસમાં તૈનાત હતી. તેણીએ કોલકાતામાં પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ અને વિદેશ મંત્રાલયમાં હિંદ મહાસાગર ક્ષેત્ર વિભાગના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ટૂંક સમયમાં ઇસ્લામાબાદમાં કાર્યભાર સંભાળશે. ૧૯૪૭માં શ્રીપ્રકાશને પાકિસ્તાનમાં પ્રથમ ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી ભારતનું પ્રતિનિધિત્વ હંમેશા પુરૂષ રાજદ્વારીઓ દ્વારા કરવામાં આવે છે. ઈસ્લામાબાદમાં છેલ્લા ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયા હતા, જેમને કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી હાઈ કમિશનની સ્થિતિને ડાઉનગ્રેડ કરવાના પાકિસ્તાનના નિર્ણયને પગલે ૨૦૧૯ માં પાછા બોલાવવામાં આવ્યા હતા. જોકે, અગાઉ પણ પાકિસ્તાનમાં મહિલા રાજદ્વારીઓની પોસ્ટિંગ કરવામાં આવી છે. પરંતુ તેને ક્યારેય ચાર્જ મળ્યો નથી. પાકિસ્તાનમાં પોસ્ટિંગ અઘરું માનવામાં આવે છે.