દાહોદ,ત્રણ ભેજાભાજ ઠગોએ ગરબાડાના ટુંકી અનોપ ગામે રહેતા જીઆરડી જવાનને જુદા જુદા નંબરો પરથી ફોન કરી લોન અપાવાના બહાને તેનું આધાર કાડ, ખાતાનંબર તથા ફોટો મંગાવી પ્રધાનમંત્રી મુદ્રાલોન એપૃવલલેટર તથા સ્ટેમ્પ તથા એલઆઈસી વીમાના કાગળ, મોકલી જી.એસ.ટી. પહોંચની નકલો જીઆરડી જવાનનો વોટસએપ પર મોકલી વિશ્ર્વાસમાં લઈ રૂપિયા 1.65 લાખ ઉપરાંતની રકમ ગુગલ પે સ્કેનર ઉપર જીઆડી જવાનના ફોનપેથી ટ્રાન્સફર કરાવડાવી ઓનલાઈન ઠગાઈ કરી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
ટુંકી અનોપ ગામના માળી ફળિયામાં રહેતા ગીરીશભાઈ રૂપસીંગભાઈ ભાભોર નામના જીઆરડી જવાનને ગૌરવશર્માએ 9905636256, નીતીનકુમારે 8092974821 તથા સંડોવાયેલ બેન્કખાતા ધારકોતથા ઉપયોગ કરનાર અજાણ્યા ઈસમોએ ઉપરોક્ત નંબર પરથી ફોન કરી ગીરીશભાઈ ભાભોરને પ્રધાનમંત્રી મુદ્રાયોજનાના બહાને રૂપિયા ત્રણ લાખની લોન અપાવવાના બહાને ગીરીશભાઈ ભાભોરનું આધારકાર્ડ, ખાતા નંબર, ફોટા મંગાળી ઉપરોક્ત લોકોએ પ્રધાનમંત્રી મુદ્દાલોન એપ્રૃવલ લેટલ, સ્ટેમ્પ, એલઆઈસી વીમાના કાગળ તથા જીએસટી પહોંચની નકલો ગીરીશભાઈ ભાબોરના વોટ્સએપ નંબર ઉપર મોકલી વિશ્ર્વાસમાઈ અલગ અલગ બહાને રૂપિયા 1,65,800 ઉપરોક્ત લોકોના ગુગલ પે સ્કેનર ઉપર ગીરીષભાઈ ભાભોરના ફોન પે થી ટ્રાન્સફર કરાવડાવી ઓનલાઈન ઠગાઈ કરી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યો હતો.
આ સંબંધે ટુકી અનોપ ગામના ગીરીશભાઈ રૂપસીંગભાઈ ભાભરોે ગરબાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઉપરોક્ત લોકો સામે ઈપિકો કલમ 420, 406, 465, 466, 471, 114 તથા આઈ.ટી. એક્ટ કલમ 66(સી),(ડી), મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.