
ગરબાડા, ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના પ્રેમ અને વાત્સલ્યને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના આ પવિત્ર તહેવારની ઉજવણી ગરબાડા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. જ્યારે તાલુકા કુમાર અને ક્ધયા શાળા સંયુક્ત રીતે ક્ધયા શાળાનાં પંટાગણમા આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુમાર શાળામાં અભ્યાસ કરતા બાળકોને ક્ધયા શાળાની બાળાઓ દ્વારા રાખડી બાંધી તેમજ મોં મીઠું કરાવી આ પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં આચાર્ય તેમજ સ્ટાફ પરિવાર દ્વારા બાળકોને રક્ષાબંધનની વાર્તા કહીને રક્ષાબંધનના તહેવારના મહત્વને સમજવવામાં આવ્યું હતું.