મહીસાગર જીલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત ખેલ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી

મહીસાગર,સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી મહિસાગર દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે તા.21/08/2023 થી તા.29/08/2023 સુધી જીલ્લાની ઈનસ્કૂલ યોજનાની શાળાઓમાં ખેલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં દરેક શાળામાં 30મી દોડ, 50મી દોડ, રસ્સાખેચ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, તીરંદાજી, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેકવેન્ડો, વોલીબોલ વિગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. વિજેતા થયેલા ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ દિવસ ની ઉજવણી માં ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહિસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકામાં કરૂણા નિકેતન હાઇસ્કૂલ માં રાજ્ય સરકાર દ્વારા ઈનસ્કૂલ યોજના ચલાવવામાં આવે છે. જેમાં હેન્ડબોલ અને બાસ્કેટબોલ રમતની તાલીમ આપવામાં આવે છે. વિરપુર તાલુકામાં ડિઝાઇન વિદ્યા સંકુલ ખાતે ટેકવેન્ડો રમત ની તાલીમ આપવામાં આવે છે, ખાનપુર તાલુકામાં નીલકંઠ વિદ્યા સંકુલમાં તીરંદાજી રમતની તાલીમ આપવામાં આવે છે. લુણાવાડા તાલુકામાં સરદાર પટેલ હાઇસ્કૂલમાં વોલીબોલ અને જૂડો રમતની તાલીમ આપવામાં આવે છે અને સંતરામપુર તાલુકામાં મુરલીધર હાઇસ્કૂલમાં તીરંદાજી અને ટેબલ ટેનિસ રમતની તાલીમ નિષ્ણાંત ટ્રેનરો દ્વારા આપવામાં આવે છે.