
ગોધરા,પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે વાંસકામ અને હસ્તકલા ઉદ્યમી બહેનોને યોગ્ય પ્લેટફોર્મ અને રોજગારી મળી રહે તે હેતુથી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પંચમહાલ દ્વારા તાલીમનો આરંભ કરાયો છે.આ તાલીમ 13 દિવસ સુધી ચાલશે. ગ્રામીણ વિસ્તારની કુલ 35 બહેનોને પોતાની રોજગારી ઉભી કરી આજીવિકામાં સુધારો કરે તે હેતુથી RSETI ગોધરાના ડાયરેક્ટર દેવીદાસ દેશમુખ તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરાથી APMD ભરતભાઈ પરમાર તથા સંજયભાઈ વરિયા તથા તાલુકામાંથી અધિકારીઓ ઉપસ્થિત રહીને તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો.