શહેરા,
શહેરા પોલીસ દ્વારા બસ સ્ટેશન સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી હાથધરી હતી. પી.એસ.આઇ માસ્ક નહિ પહરેલ સામે કાર્યવાહી કરીને નિયમો શીખવાડી રહયા હોય ત્યારે જાહેર માર્ગ ઉપર મોં ઉપર પી.એસ.આઇ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નીચે રાખીને મોબાઈલ પર વાત કરતા નજરે પડયા હતા.
શહેરા પોલીસ એ રહી રહીને બસ સ્ટેશન , સિંધી ચોકડી સહિત અન્ય વિસ્તારમાં માસ્ક નહિ પહેરીને ફરતા લોકો સામે કાર્યવાહી હાથધરી હતી. પોલીસ મથકના પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન અને બે પી.એસ.આઇ સહિતનો પોલીસ સ્ટાફ બજાર વિસ્તારમાં રાહદારી તેમજ દુકાનોમાં માસ્ક નહિ પહેરેલ હોય તેવા દુકાનદારોને તેમજ ત્યાં કામ કરતા લોકો સામે દંડની કાર્યવાહી કરવા સાથે નિયમોનું પાલન કરવા જણાવી રહ્યા હતા. પોલીસ માસ્ક થોડું નીચે હોય તો સામાન્ય વ્યક્તિ સામે તે સમયે રૂપિયા ૧૦૦૦ સુધીનો દંડ વસૂલ કરી રહયા હતા. ત્યારે જાહેર માર્ગ ઉપર પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નાકથી નીચે ઉતારીને બિંદાસ્ત મોબાઈલ પર વાત કરતા નજરે પડ્યા હતા. પોલીસ એક તરફ માસ્ક થોડું નીચે હોય કે મોં ઉપર માસ્ક પહેરેલ નહી હોય તેવા પાંચ થી વધુ લોકોને રૂપિયા ૧૦૦૦સુધીનો દંડ કરીને દંડની પાવતી આપતી હોય બીજી તરફ પી.એસ.આઇ. બી.આર. ક્રિશ્ચયન જાતે તે સમયે બજારમાં નિયમોનું પાલનના કરે તો ચાલે વાહ…રે….પોલીસ વાહ…. પ્રજાજનો માંથી કોઈના ચહેરા ઉપર થોડું માસ્ક નીચે હોય તો પોલીસ કડક કાર્યવાહી સાથે નિયમો સમજાવતા હોય જ્યારે પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન માસ્ક નીચે રાખે તો તેમના માટે નિયમો નહિ લાગતા હોય કે શું? શહેરામાં પોલીસ એ જ્યારે બજારમાં ભીડભાડ જોવા મળી રહી હતી. ત્યારે કાર્યવાહી કરવામાં આવી નહિ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા નિયમોનું પાલન હાલની પરિસ્થિતિને જોતા કરાવવું તે સારી બાબત કહેવાય પણ જ્યારે પોલીસ મથકના પી.એસ આઈ બી.આર. ક્રિશ્ચયન નિયમોનું પાલન કરવા બીજાને કહેતા હોય અને ત્યારે પોતે જ બજારમાં માસ્ક મોં ઉપર થી નીચે રાખે તે ચાલે જ્યારે બીજી તરફ તેજ સમયે તેમના સાથેનો પોલીસ સ્ટાફ માસ્કને લઈને દંડ કરતો નજરે પડી રહયો હતો. જિલ્લા પોલીસવડા દ્વારા ઉપરોક્ત આ બાબતને કેટલી ગંભીરતાથી લેવામાં આવશે તે જોવુંજ બની રહયુ છે.