ગુજરાતીઓને ચોમાસામાં ઉનાળાનો અનુભવ થશે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં હળવો વરસાદ પડી શકે છે. જયારે આગામી 5 દિવસમાં અમુક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. તો રાજ્યમાં ભેજના કારણે છુટોછવાયો હળવો વરસાદ રહી શકે છે. તો આ સાથે જ ગુજરાતના લોકો ગરમી માટે તૈયાર રહેવુ પડે તેવી સ્થિતિ છે. ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી એક સપ્તાહમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સોમવારે ભરુચ, ગાંધીનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત પોરબંદર, નર્મદા, મહીસાગર, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો ડાંગ, પાટણમાં 35 જિલ્લાઓમાં ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ સુરેન્દ્રનગર, તાપી, ગીરસોમનાથ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.