અમરેલી: ખાંભાના ડેડાણ ગામમાં વર્ષોથી દારૂના વેચાણ સામે જગૃત ગામલોકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ગામમાં ફરીથી કાળા બોર્ડ પર દારૂનો વેપાર કરનાર લોકોના નામ લખીને જાહેરમાં મુકાયા હતા. આ બોર્ડ પર 10થી વધુ દારૂના વેપારીઓના નામનો ઉલ્લેખ કરાયો છે. આ બોર્ડનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ પોલીસે તપાસ કર્યાનું પણ કહેવામાં આવી રહ્યુ છે. આપને જણાવીએ કે, આ પહેલા પણ ડેડાણ ગામમાં દારૂ વેચાઇ છે તેવા બોર્ડ લગાવાવમાં આવ્યા હતા.
આ કાળો બોર્ડ પર જાગૃત નાગરિકનો વિરોધ દેખાઇ રહ્યા છે. આ બોર્ડ પર 27-8-23 એટલે ગઇકાલની તારીખ છે. જેમાં લખાયેલુ છે કે, ડેડાણ ગામમાં દારૂની રેલમછેલમ. પોલીસ મહેરબાન અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ડેડાણમાં ઠેર ઠેર દેશી દારૂના ભઠ્ઠા, હાટડા ખાંભા પોલીસની રહેમ હેઠળ ચાલે છે. આ સાથે દારૂના વેપારીઓના નામ લખવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સ્થાનિક લોકો દારૂને કારણે ઘણાં જ કંટાળી ગયા છે. જોકે, આ અંગે હજી પોલીસ દ્વારા કોઇ જ કામગીરી થઇ નથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે. જેના કારણે બે દિવલ પહેલા પણ આવા બોર્ડ સ્થાનિકોએ લગાવ્યા હતા અને ફરીથી આ બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે.
ગત વર્ષે પણ અમરેલી જિલ્લામાં ખાંભાના ડેડાણમા ગામમા કેટલા કેટલા સ્થળે દારૂની હાટડીઓ ચાલી રહી છે તેના નામ સરનામા સાથેનુ બોર્ડ જાહેર ચોકમાં જ મુકવામાં આવ્યું હતુ. ત્યારે પણ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને ઠેકઠેકાણે દરોડા પાડયા હતા.
ગત વર્ષે આ ગામમાં મુકાયેલા કાળા બોર્ડ ચર્ચામાં રહ્યા હતા. જેની પર લખ્યુ હતુ કે, દારૂ માટ દિવ ન દવુ ખાંભામાં જ મળી જશે. આ વિસ્તારના જાગૃત લોકો પોલીસની ઉંઘ ઉડાવવાની પ્રયત્ન કર્યો કરી રહ્યા છે.
ગત વર્ષે બસ સ્ટેન્ડ ચોકમા જ ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ પર જ આવું લખાણ મુકયુ હતુ કે, દારૂ માટે દિવ ન જવુ, ખાંભામા મળી રહેશે. આ સાથે અન્ય વિગતો પણ મૂકવામાં આવી હતી.