કોલંબો, ચીન ફરી હિંદ મહાસાગરમાં હદ ઓળંગવાની યોજના બનાવી રહ્યું છે. સંશોધન સર્વેક્ષણના નામે આવનાર ચીનનું સૌથી અદ્યતન જાસૂસી જહાજ શ્રીલંકામાં લંગર નાંખવાની તૈયારી કરી રહ્યું છે. સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ જી૨૦ સમિટ બાદ ચીને તેના સર્વે શિપ માટે મંજૂરી માંગી છે. શ્રીલંકાના નૌકાદળે, તેના તરફથી, નો-ઓબ્જેક્શન બહાર પાડ્યું અને સંરક્ષણ અને વિદેશ મંત્રાલયને ભલામણ મોકલી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકાની સરકાર આ મહિનાના અંત સુધીમાં આ સર્વે જહાજને સત્તાવાર મંજુરી આપે તેવી શક્યતા છે. ગયા વર્ષે, ભારતે ચીનના યુઆન વેજ ૫નો શ્રીલંકાના હમ્બનટોટા બંદર પર રિસર્ચના નામે પહોંચલાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં એક વર્ષ પછી જ ચીન રિસર્ચના નામે વધુ એક એડવાન્સ જહાજ મોકલી રહ્યું છે.
થિંક ટેક્ધ ફેક્ટમના ઉદિત દેવાપ્રિયાનું કહેવું છે કે દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને પણ સિંગાપોરથી ચીનના જહાજોને સર્વિસની સુવિધા આપવામાં આવે છે. સિંગાપોરે આવું ન કરવું જોઈએ. બંગાળની ખાડી અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવા માટે શ્રીલંકાએ વિદેશી જહાજો અંગે એસઓપી બનાવવી પડશે.
જો ચીન શ્રીલંકામાં જહાજ મોકલશે તો તેની વિસ્તરણવાદી યોજનાઓ ફરી એકવાર ખુલ્લી પડી જશે. આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું વલણ મજબૂત થશે કે ચીન હિંદ મહાસાગરમાં દખલ કરી રહ્યું છે અને શાંતિ ડહોંળી રહ્યું છે.
ચીન આ જહાજોને રિસર્ચનું નામ આપે છે, પરંતુ તેમની પાસે શક્તિશાળી લશ્કરી સર્વેલન્સ સિસ્ટમ છે. આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુના કેટલાક દરિયા કિનારાઓ શ્રીલંકાના બંદરો પર આવતા ચીનના જહાજો આવે છે.
વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત અસિરી ફર્નાડાનું કહેવું છે કે શ્રીલંકાએ પહેલા ભારતના વાંધાને ધ્યાનમાં લેવો જોઈએ. ભારત શ્રીલંકાનો મોટો અને શક્તિશાળી પાડોશી દેશ છે. ફર્નાડા કહે છે કે ચીનની કોઈપણ નૌકાદળની એડવાન્સમેન્ટ સામે ભારત વાંધો ઉઠાવે તે યોગ્ય જ છે. જો ભારતને વાંધો હોય તો શ્રીલંકાએ ચીનના સંશોધન જહાજને આવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.