લીમખેડા, ઝાલોદ બંને પીઆઇ બદલાયા : રણધિકપુર પી.એસ.આઇ. કમાન્ડો ટ્રેનિંગમાંથી પરત આવતા ત્રણ પી.એસ.આઇ. ચાર્જ છોડશે

  • દાહોદ પોલીસમાં આંતરિક બદલીઓનો દોર,બે પીઆઇ તેમજ 10 પી.એસ.આઇ બદલાયા.
  • ઇન્ચાર્જ થાણા અધિકારીના તાબામાં ચાલતા સંજેલી,પીપલોદમાં કાયમી પી.એસ.આઇ મુકાયા.

દાહોદ, દાહોદ જીલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 12 જેટલા પોલીસ અધિકારીઓની જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ વહીવટી કારણોસર બદલીઓનો ગંજીફો ચિપ્યો છે. જેમાં 2 બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ 10 જેટલા સબ પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે. જેના પગલે અમુક પોલીસ મથક ઇન્ચાર્જ થાણા અધિકારીઓના ધાબા હેઠળ ચાલી રહ્યો હતો તે પોલીસ મથકોમાં પણ કાયમી પોલીસ અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે.

જીલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાએ વહીવટી કારણોસર તેમજ પોલીસ મથકોનું સંચાલન સુપેરે ચાલી રહે તે માટે બે પીઆઇ તેમજ 10 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓના હુકમ ઉપર સહી કરી દીધી છે. જેમાં લીમખેડા ડિવિઝનના પીઆઇ એસ.સી રાઠવાની ઝાલોદ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ ઝાલોદ સીપીઆઈ તરીકે ફરજ બજાવતા એસ.વી.વસાવાને લીમખેડા પી.આઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોકે આ બંને પીઆઇઓની પરસપરસ બદલીની સાથે 10 જેટલા સબ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે. જેમાં સુખસર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઇ શું એમ.કે. પટેલની (અઇંઝઞ/ મહિલા પોલીસ સ્ટેશન ચાર્જ), દાહોદ ગ્રામ્ય પોલીસ મથકના સેક્ધડ પી.એસ.આઈ જી.બી. ભરવાડની સુખસર પોલીસ મથકમાં પી.એસ.આઇ. તરીકે, દાહોદ મહિલા પોલીસ મથકમાં અઇંઝઞ તરીકે ફરજ બજાવતી વી. એસ.પાંડવની દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં સેક્ધડ પી.એસ.આઇ તરીકે, લીમખેડા રીડરમાં એસ.બી રાણાની, સંજેલી ખાલી પડેલા પોલીસ મથકમાં, સાકટાળા પોલીસ મથકના પી.એસ.આઇ જે.બી તડવીની ફતેપુરા, જ્યારે ફતેપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જી.કે.ભરવાડની સાગટાળા પોલીસ મથક, દેવગઢ બારિયામાં સેક્ધડ પી.એસ.આઇ,ડી.આઇ સોલંકીની પિપલોદ પોલીસ મથકમાં ખાલી પડેલ જગ્યાએ, ચાકલિયા પી.એસ.આઈ આર.જી ચુડાસમાને ધાનપુર મથકમાં બદલી કરવામાં આવી છે જ્યારે ધાનપુરના સેક્ધડ પીએસઆઇ જી.વી ગોહિલની દેવગઢબારિયા સેક્ધડ પી.એસ.આઇ તરીકે, બદલી કરવામાં આવી છે. સિંગવડ પોલીસ મથકના ઇન્ચાર્જ તેમજ ઝાલોદમાં સેક્ધડ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા જે.કે. રાઠોડની ચાકલીયા ખાતે બદલી કરવામાં આવી છે. પરંતુ સિંગવડ પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એમ. માળી કમાન્ડો ટ્રેનિંગમાં ગયેલા હોવાથી તેઓ પરત આવતા ચાકલિયા,ધાનપુર તેમજ ઝાલોદના પી.એસ.આઇ તેમની બદલી કરેલ જગ્યા ઉપર હાજર થશે.

આમ, પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ વહીવટી કાનોસર બે પીઆઇ તેમજ પીએસઆઇ સહિત 12 જેટલા પોલીસ અધિકારીઓની અરસ પરસ આંતરિક બદલીઓ કરતા ઉપરોક્ત પોલીસ મથકોમાં ફરજ બદલાવતા પોલીસ અધિકારીઓ હવે બદલી કરેલા પોલીસ મથકોમાં ફરજ બજાવશે.