ઝાલોદ, બહેનો માટે રક્ષાબંધનનો તહેવાર ખૂબ વિશેષ હોય છે, બહેનો ભાઈની રક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટે રાખડી બાંધી મનોકામના કરે છે. રક્ષાબંધનના તહેવાર અનુરૂપ ઘણી બધી કથાઓ પ્રચલિત છે. તે પૈકી દ્રોપદી એ રક્ષા સ્વરૂપે પાલવ ફાડી કૃષ્ણને બાંધી તે વધુ પ્રચલિત છે.
ઝાલોદ નગરમાં રક્ષાબંધન નિમિતે અવનવી રંગબેરંગી ડિઝાઈનની રાખડીના સ્ટોલ નગરમાં ખૂલી ગયેલ છે. વ્યાપારી વર્ગમાં રાખીના પર્વને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. નગરમાં રક્ષાબંધનના તહેવારને લઈ નવી નવી ડિઝાઈનની રાખડીઓ લેવા ભીડ જોવા મળી રહેલ છે. તેમજ રક્ષાબંધન પર મિઠાઈના વ્યાપારીઓ પણ માવાનો સ્ટોક કરી નવી નવી વેરાઇટીમાં પેંડાઓની ડિઝાઇન તૈયાર કરવામાં લાગી ગયેલ છે. પેંડા રક્ષાબંધન નિમિતે સહુ થી વધુ વેચાતા જોવા મળે છે.
તહેવારને અનુરૂપ હાલ નગરમાં પણ ચહલપહલ વધી ગયેલ જોવા મળી રહેલ છે. રાખડી, ગિફ્ટ તેમજ મીઠાઈની દુકાનોમાં હાલ વધુ ભીડ જોવા મળી રહેલ છે. બહેન ગમે તેટલી દૂર હોય છતાંય તે રક્ષાબંધનના તહેવારને ઉજવવા તેનાં ભાઈને મળવા અચૂક તેનાં વતને જતી હોય છે. હાલ રક્ષાબંધનના તહેવારને લઈ વ્યાપારી વર્ગ ખુશ જોવા મળી રહેલ છે.