ખાનપુર વન વિભાગ દ્વારા કેમ્પા વળતર વનીકરણ યોજના હેઠળ સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી

  • દર વર્ષે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી જીલ્લાની હરિયાળીમાં ઉમેરો કરતા મહીસાગર વન વિભાગ.
  • મહીસાગર વન વિભાગના ખાનપુર રેંજના લંભો અનામત જંગલ 55 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં આવરી લેવામાં આવેલ છે.

મહીસાગર, મહીસાગર વન વિભાગના ખાનપુર રેંજના લંભો અનામત જંગલ વિસ્તાર જે અરવલ્લી જીલ્લો તેમજ રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ છે. આ અનામત જંગલ નાયબ વન સરક્ષક એન.વી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાનપુર વન વિભાગ દ્વારા કેમ્પા વળતર વનીકરણ યોજના વર્ષ 2023 -24 હેઠળ 55 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં લેવામાં આવેલ છે.

જે વાવેતર પ્લોટની કામગીરીથી સ્થાનિક લોકોને રોજગારી સારી એવિ તકો પૂરી પાડવામાં આવી રહી છે . તેમજ વિવિધ જળ સચયના કામો દ્વારા સ્થાનિક ગામ લોકોમાં બોર કૂવાઓમાં જળ સ્તરમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .

જે અંતર્ગત મહીસાગર વન વિભાગ દ્વારા પ્લોટમાં રોપા વાવેતર ,કેજ્યુલીટી ,પ્રથમ ગોડવીડિંગ કામગીરી કરવામાં આવી જેમાં ગામ લોકો તેમજ સહભાગી વન વ્યવસ્થા મંડળી લંભો તેમજ વન વિભાગના સહિયારા સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યું.

ખાનપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી વી સોલંકીના નેતૃત્વ હેઠળ તેમજ રેંજના સ્ટાફ દ્વારા ગામ લોકોએ કરેલ વાવેતરથી જંગલ વધુ વિકસિત તેમજ હરિયાળું બને તે હેતુથી ગ્રામજન, સરપંચ, સહભાગી મંડળીના પ્રમુખ સાથે વાતચીત કરી આ પ્લોટ વધુ સફળ બનાવવા અનુરોધ કર્યો. ભવિષ્યમાં વાવેતર પ્લોટમાં ફળાઉ રોપા, ઘાસચારો બળતર તથા ગૌણવન પેદાશથી ગામ લોકોની આજીવિકામાં સુધારો આવે તેવા સફળ પ્રયત્નો વનવિભાગ કરી રહ્યું છે.