ગરબાડા તાલુકામાં પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી

ગરબાડા,ગરબાડા તાલુકામાં પખવાડિક ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી જેમાં ગરબાડા, ગાંગરડી, જેસાવાડા, અભલોડ જેવા ગામોમાં કુલ 32 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોને કુલ 13 તાવ ના કેસો મળી આવેલ હતા.આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા પાણી ભરેલા પાત્રો જેમાં પાણીની ટાંકીઓ,માટલાઓ,વગેરે જેવા કુલ 5167 જેવા પાત્રો તપાસતા જેમાંથી 51 પોઝિટિવ પાત્રો મળી આવ્યા હતા જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.આજ રોજ તારીખ 28 મી ઓગસ્ટ સોમવારના રોજ ગરબાડા તાલુકાના અર્બન વિસ્તાર ગાંગરડી, જેસાવાડા, અભલોડ વગેરે ગામોમાં એન્ટીલાર્વલ કામગીરી કરવામાં આવી.જેમાં જીલ્લા આરોગ્ય અધિકારી ડોકટર ઉદય ટિલાવત સર તેમજ જીલ્લા મલેરીયા અધિકારી અતીત ડામોર તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.આર. ડાભી ના માર્ગદર્શન હેઠળ અને એમની સલાહ સૂચન અનુસાર ગરબાડા અર્બન એરિયા, ગાંગરડી, જેસાવાડા, અભલોડ ખાતે પખવાડિક મલેરીયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી જેનું સઘન સુપરવિઝન તાલુકા મેલ સુપરવાઈઝર કે સી કટારા તેમજ તાલુકા મલેરીયા સુપરવાઈઝર ગોવિંદ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.