સંંતરામપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાહિત્ય અને સમાજ વિષય પર વ્યાખ્યાન

સંતરામપુર, તારીખ 28/8/2023 આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર, હિન્દી વિભાગ દ્વારા ‘સાહિત્ય ઔર સમાજ’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનંવ આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય દ્વારા ઉપસ્થિત વક્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ડો. કોકીલાબેન ખાંટ ઉપસ્થિત રહ્યા હતા. સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ, રીત રિવાજો, રૂઢિ ચુસ્ત માન્યતાઓ, સમાજમાં સંકુચિત માનસિકતા, સ્ત્રીનો દરજ્જો, શિક્ષણનું મહત્વ, સ્ત્રી સ્વાતંત્ર્ય અંગે પોતાના ધારદાર વિચારો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો .વિનોદ વણકર દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ હિન્દી વિભાગાધ્યક્ષ ડો. ઈશ્ર્વરસિંહ રાઠવા દ્વારા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગની સાથે જોડાયા હતા.