વિશ્ર્વકલ્યાણ માટે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પંચમહાલ દ્વારા ગોધરા ખાતે હોમાંત્મક લઘુરૂદ્રનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં બ્રહ્મપરિવારો હાજર રહ્યા.

ગોધરા, સમસ્ત ગુજરાતબ્રહ્મસમાજ પંચમહાલ ના ઉપક્રમે ગોધરા લાલબાગ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં સમગ્ર વિશ્ર્વના કલ્યાણ માટે લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં કુલ 11 જોડા આ લઘુરૂદ્રની પૂજામાં ભગલીધો હતો. જેમાં વહેલી સવારથી પૂજા શરૂ થઈ હતી અને મોડી સાંજે પુર્ણાહુતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદી લઈ સૌએ જગતના કલ્યાણની પ્રાર્થના ભગવાન બોલેનાથને કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવા માટે પંચમહાલ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કાર્તિકભાઈ ત્રિવેદી, મહામંત્રી કૃણાલભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ દિક્ષિત, હાલોલ બ્રહ્મ સમાજના અર્પિતભાઈ, યુવા મોરચાના રવિભાઈ પંડ્યા, વિનાયકભાઈ શુક્લ તેમજ મહિલા મોરચાના કાશ્મીરાબેન પાઠકએ ભારે મહેનત કરી હતી.