નૂહમાં બ્રજમંડળ ફરી એકવાર યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી જે બાદ પોલીસ પ્રશાસને તમામ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. નૂહમાં 29 ઓગસ્ટ 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે યાત્રાને મંજૂરી આપવામાં આવી નથી.
સર્વ હિન્દુ સમાજ મેવાતમાં યાત્રાને લઈને અડગ છે અને તેણે 28મી ઓગસ્ટે ફરીથી બ્રજમંડલ યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. જોકે હરિયાણા પોલીસે આ યાત્રાને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે આ માટે પરવાનગીની જરૂર નથી. પોલીસ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા માટે તમામ વ્યવસ્થા કરી છે. સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ જિલ્લામાં પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે. આ વચ્ચે રાજ્યના મુંખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યુ હતું.
નૂહની બ્રજ મંડળ યાત્રાને લઈને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે બ્રજ મંડળની યાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે શ્રાવણનો મહિનો દરેક માટે આદરણીય છે, તેથી મંદિરોમાં જલાભિષેકની મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ લોકો પોતપોતાના સ્થાનિક મંદિરોમાં જલાભિષેક કરી શકશે. વ્યવસ્થાના સંદર્ભમાં યાત્રાને મંજૂરી આપવામાં આવી નથી.