લુણાવાડા પાલિકા પ્રમુખ બિન્દ્રા શુકલ એ રાજીનામું આપતાં રાજકારણમાં ગરમાવો

લુણાવાડા,
મહિસાગરના લુણાવાડા નગર પાલિકાનું પદ છેલ્લા કેટલાક સમય થી વિવાદોને લઈ ચર્ચાઓમાં રહેતું હોય છે. પાલિકાના મહિલા પ્રમુખ દ્વારા અચાનક પદ ઉપરથી રાજીનામું આપી દેતાં લુણાવાડા નગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લુણાવાડા નગર પાલિકાના પ્રમુખ પદે બિરાજમાન પ્રમુખો કોઈને કોઈ વિવાદોને લઈ ચર્ચામાં રહેતા હોય છે. હાલના પાલિકા પ્રમુખ વિરૂદ્ધ છ મહિના પહેલા પાલિકાના સભ્યો દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. તેમ છતાં પાલિકા પ્રમુખ પદે બિન્દ્રાબેન શુકલ યથાવત રહ્યા હતા. પરંતુ લુણાવાડા પાલિકા પ્રમુખ બિન્દ્રા શુકલે આજરોજ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે. પાલિકા પ્રમુખે નગર પાલિકા ચીફ ઓફિસરને રાજીનામું આપતાં લુણાવાડાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.