દે.બારીયા નગર પાલિકાના શોપીંગ સેન્ટરની દુકાનો રીન્યુ કરવા પણ વ્હાલા દવલાની નીતિ ચાલી રહી છે ?

દે.બારીયા, દે.બારીયા નગર પાલિકા અને 64 દુકાનો જે ગેરકાનૂની રીતે ત્રણ-ચાર માસના સમયમાં સરકારી જમીનમાં બાંધકાર્ય કરી નાખ્યુંં ત્યાર સુધી નગર પાલિકા ઉંધતી રહી અને જે લીગલ પાલિકાના દ્વારા છોટાઉદેપુર રોડ પાલિકા સીટી સન 2055 ખાતે આવેલ શોપીંગ સેન્ટરની સદર દુકાનોમાં કારણે બતાવી નગર પાલિકાને પૂન હસ્તક લેવા હુકમ કરવામા આવેલ છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં પાલિકા સુપર સીટ છે કોઇ બોડી નથી તેવા સમયે પાલિકાના શોપીંગની દુકાનો પૂન: હસ્તક કેવી રીતે લઈ શકે છે. જ્યારે આ દુકાનોની હરાજી થઈ હતી તે સમયે પરવાનેદારોને નવ વર્ષના પછી એક ટકા ભાડુ વધારીને જે તે પરવારનેદારને રીન્યુ કરવાની મૌખિક ખાત્રી આપી હતી તેવું તમામ પરવાનેદારોમાંં ચર્ચાઈ રહ્યું છે. એક પરવારેદારને છોડી તમામ પરવાનેદારોની દુકાનોના શટરો ઉપર નોટીસના રૂપે નં.2055માં આવેલો દુકાનના પરવારેદાર અલાઉદ્દીન ઈમામુદ્દીન કાજી પરવારનેદારએ રીન્યુ કરવા અંગે એક દરખાસ્ત આપી હતી. છતાં પણ દુકા 1-10 રીન્યુ કરવા તા.17/02/2022માં આપના સમય થયો તો પણ રીન્યુ કરી નથી. તેમજ આ શોપીંગમાં આવેલ દુકાન જેમાં ઈન્ડીયલ ગેસ એજન્સી આવેલી છે. તે દુકાન જેતે હાલના પરવાનેદારને 20296 સુધીના પ્રમાણે રીન્યુ થઈ છે કે પછી આમા વહાલા દવલા નીતિ નિયમોની નીતી ચાલી રહી છે. અને આ પરવારનેદારે તો દુકાનના પાછળની લોબી બંધ કરીને પાછળની પાલિકા હસ્તકની દુકાન પોતાના પરવાનામા ગણી ગેરકાનૂની રીતે કબજો જમાવવા માટે કેટલી લેવડ દેવડ થઈ છે. તેવું ટોક ઓફ ટાઉન બનવા પામ્યું છે. આ ધટનાની વડોદરા ઝોનના કમીશ્ર્નર સ્થળ ઉપર જાતે આવી ને તટસ્થ તપાસ કરે તેવી અસરગ્રસ્તોની માંગણી છે. રીન્યુ કરી આપી છે તો બીજા પરવાનેદારોને કેમ નહી તે યક્ષ પ્રશ્ર્ન છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય કરવો રહ્યો કે પરવાનેદારોને નોટીસનુંં હુકમ શટરો ઉપર ચોટાડી છે તે પરવાનેદારોને લગભગ દોઢ લાખ રૂપીયા ડીપોઝીટની રકમ માંથી પાલિકાના લોકફાળા માટે જમા કરી તેની પહોંચ પણ લીકી છે તો પણ દુકાનો રીન્યુ કરવામાં વ્હાલાદવલાની નીતિ પાલિકા કર્મીઓ આંચકી રહ્યા છે. શું ? રીન્યુ કરવાના લેવડ દેવડની પતાવટ થઈ છે ? તેવું પરવારનેદારોમાંં ગણગણાટ છે અને ઓફિસમાં છે આવી વહાલ દવલાની નીતિ ચાલશે તો તમામ પરવાનેદારો કોર્ટના ધ્વારે જશે પાલિકાના નિયમો તમામ પરવાનેદારા માટે સરખા હોય નહિ કે બીજા માટે અલગ નિયમ લાગુ કરીને રીન્યુ અંદરખાને થઈ જાય અને બીજા અનેક પરવાનેદારોને અંધારામાં રાખી રીન્યુના લાભથી વચિત રખાયા છે. તેવું આ જનતા અને પરવાનેદારોમાં ચર્ચાઈ રહ્યું છે. અને સદર દુકાનો ખાલશે કરવાની નોટીસ પણ આપી નથી. જેથી ખાલશેનોહુકમ હાલમાં સ્થગીત કરીને નવી બોડીના બને ત્યાં સુધી મોહલત મળવી જોઈએ તેવી માંંગ ઉઠી છે.