- સોશ્યલ ડિસ્ટન્સ વગર ડી.જે.ના તાલે લોકો ઝુમ્યા.
- ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં ભીડભાડથી વધી રહ્યો છે કોરોના.
- ગણત્રીના કલાકોમાં પોલીસ દ્વારા જુનીધરી અને નદીસરના લગ્ન પ્રસંગના લોકો સામે નોંધી ફરિયાદ.
ગોધરા,
પંંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ધાતક બનીને ત્રાટકી હતી. રોજેરોજ વધતા જતાં કોરોના દર્દીઓ તેમજ વધતા જતાં મૃત્યુઆંક થી લોકો ડરી રહ્યા હતા. તેમાં શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારો પણ કોરોના સંક્રમણના ભરડામાંંથી બાકાત રહ્યા નથી. હાલ માંડ જીલ્લામાં કોરોના કેસમાં આંશિક ધટાડો જોવા મળી રહ્યા છે. પણ કોરોના ગયો નથી. કોરોના થી સર્તકતા રાખવી જરૂરી છે. તેમ છતાં ગોધરા તાલુકાના ગામોમાંં લગ્ન પ્રસંંગોમાં કોરોના ગાઈડ લાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. કોરોના સંક્રમણના ડર વગર ડી.જે.ના તાલે લોકો ઝુમતા જોવા મળ્યા છે. ત્યારે સંક્રમણનો ખતરો વધી શકે તે નકારી શકાય તેમ નથી.
ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનીધરી બાદ નદીસર ગામે પણ લગ્નના વરઘોડોમાં લોકો ડી.જે.ના તાલે ભાન ભૂલી બિન્દાસ્ત નાચતા કુદતા જોવા મળી રહ્યા છે. ત્યારે નદીસર ગામના મહિલા સરપંચ પણ નાચતા હોવાનું વિડીઓમાં સ્પષ્ટ જોવાઇ રહ્યું છે. વરઘોડામાં લોકો માસ્ક અને સોશિઅલ ડિસ્ટન્સનો સરકારના જાહેરનામાનો છડેચોક કોઈપણ જાતના ડર કે ભય વગર ભંગ કરતા લોકો સામે કાંકણપુર પોલીસે ગુન્હો નોંધવાની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોના મહામારીના કારણે ટૂંક સમય પહેલા સરકારી સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાના બહાર સારવાર માટે દર્દીઓની લાંબી લાઈનો તેમજ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટેના શબોની વેઈટીંગની પરિસ્થિતિ લોકો ભૂલી ગયા હોય તેમ હાલમાં લાગી રહ્યું છે. ત્યારે ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા જુનીધરી ત્યારબાદ નદીસર ગામે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં લોકો માસ્ક અને સોશિઅલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. વરઘોડામાં લોકો બિન્દાસ્ત બની ડી.જે.ના તાલે જુમી રહ્યા છે. ત્યારે નદીસર ગામના મહિલા સરપંચ પણ આ વરઘોડામાં મન મૂકી નાચ્યાં હોવાનો વિડીઓ વાયરલ થયો છે. કોરોના સંક્રમણ વધુ ફેલાઈ શકે છે, તેમ જાણતા હોવા છતાં પણ તમામ નીતિનિયમો નેવે મૂકી મહિલા સરપંચ ડી.જે.ના તાલે થિરકયા હતા. ત્યારે કાંકણપુર પોલીસ હરકતમાં આવી છે. પોલીસે નદીસર ખાતે જઈ વધુ તપાસ હાથ ધરી હતી અને જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે પંચમહાલ જિલ્લા નાયબ પોલીસ વડા સી.સી.ખટાણાં એ આ મામલે જણાવ્યું હતું કે,ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા જુનીધરી અને નદીસર ગામે લગ્ન પ્રસંગમાં પોલીસની પૂર્વ પરવાનગી વિના લગ્ન આયોજકોએ લગ્ન પ્રસંગ યોજી અને વરઘોડો કાઢી સરકારના જાહેરનામાનો ભંગ કરતા કાંકણપુર પોલીસે સ્થળ પર જઈ કસુરવારો સામે કાયદેસરના પગલાં ભરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી શહેરી વિસ્તારને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો કોરોના વિશે અજાણ હોય તેમ લગ્ન પ્રસંગો કરી રહ્યા છે. અને તેને લઇ મોટી સંખ્યામાં ભેગા થઇ કોરોનાને બિન બુલાએનું આમંત્રણ આપી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. સરકારના મિની લોકડાઉન બાદ કોરોનાએ થોડા અંશે કાબુમાં આવ્યો છે. ત્યારે મિની લોકડાઉનમાં રાહત આપતાં આજરોજ નદીસર અને જુનીધરી ગામમાં લગ્ન પ્રસંગોમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી રહ્યાં છે.