ગોધરા,
ગોધરા શહેરમાં આવેલ એપેક્ષ લેબોરેટરીમાંં દર્દીઓની મજબુતનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. ખાનગી ર્ડાકટરોને લેબોરેટરી દ્વારા તગડું કમીશન આપીને દર્દીને પોતાની લેબમાં મોકલવા પ્રલોભન આપવામાં આવતું હોવાના ખુલાસો અગાઉ કરવામાં આવ્યો છે. તેમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા બહુ ચર્ચિત એપેક્ષ લેબમાં દર્દીઓ મોકલવામાંં આવતા હતા. તેવા દર્દીઓના રીપોર્ટ ર્ડાકટરોની મન મરજી મુજબ બનાવી આપવામાં આવ્યા છે. જેને લઈ દર્દી હોસ્પિટલમાંં ઈનડોર પેશન્ટ તરીકે ફી વસુલવામાં સરળતા રહે તે આમ દર્દીને લેબોરેટરી થી લઈ હોસ્પિટલ સુધી બેધારી રીતે વેતરવાનું રીતસરનું કૌભાંંડ ચાલતું હતું.
ગોધરા શહેર નગર પાલિકા રોડ ઉપર આવેલ એપેક્ષ લેબોરેટરીના સંંચાલક બે તબીબોને રાતોરાત નાણાં કમાઈ લેવાની લાલસામાં માનવતા નેવે મૂકી છે. લેબના સંચાલક તબીબો એ પોતાની લેબમાં વધારે દર્દીઓ આવે તેવા હેતુસર શહેરના ખાનગી હોસ્પિટલોના ર્ડાકટરો સાથે તગડું કમીશન આપવાનું નકકી કરીને તેમની હોસ્પિટલમાં આવતાં દર્દીઓના લોહી રિપોર્ટ તેમજ અન્ય રીપોર્ટ કરાવવા માટે પોતાની લેબોરેટરીમાં મોકલી આપવા પ્રલોભન આપવામાં આવ્યું હતું. તેના ભાગપે ખાનગી હોસ્પિટલના ર્ડાકટર પણ લેબોરેટરીના તગડા કમીશન સાથે દર્દીને લુંટવાનો કિમીયો મળ્યો હોય તેમ લાગ્યું હતું. જેને લઈ ખાનગી હોસ્પિટલોના ર્ડાકટરો દ્વારા એપેક્ષ લેબોરેટરીમાં મોકલવામાં આવતાં દર્દીના રિપોર્ટ ર્ડાકટરોની મરજી મુજબ બનાવી આપવામાંં આવતાં હતા. જેને લઈ આવી ખાનગી હોસ્પિટલના બેડ ભરાયેલા રહે. આંમ એક પરિસ્થિતીના માર્યા દર્દી ર્ડાકટરનો સહારો રહે છે. તેવા સમયમાં આવા માનવતા ભુલેલા એપેક્ષ લેબોરેટરીના સંચાલક તબીબો દર્દીઓનો કસ કાઢી લેવાનું ધંધો બનાવી બેઠા છે. એપેક્ષ લેબના કાળા કરતુતોને ખુલવા પાડવા માટે વેબ પોર્ટલ ન્યુઝ પાછળ લાગ્યું છે. તે માનવતાવાદી કાળ છે અને આ ઉમદાકામ થી કેટલાય ખોટી રીતે છેતરાતા બચી શકે છે. એપેક્ષ લેબોરેટરી દ્વારા દર્દીના રીપોર્ટ આપવામાં આવ્યો હતો. તે જ દિવસે દર્દીના અન્ય લેબમાં રીપોર્ટમાંં ઘણો ફરક જોવા મળ્યો હતો. એપેક્ષ લેબ દ્વારા દર્દીને ગંભીર સ્થિતી હોય તેવા રીપોર્ટમાં દર્શાવાયું હતું. જ્યારે અન્ય લેબના રીપોર્ટમાં નોર્મલ સ્થિતી જણાઈ આવી હતી. આમ, એપેક્ષ લેબ દ્વારા રીપોર્ટમાં કરવા આવતાં છબડાને લઈ રીપોર્ટને સોશ્યલ મીડીયામાં વાયરલ કરીને એપેક્ષ લેબની વાસ્વવિકતા દર્શાવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
રીપોર્ટમાં ચેડા કરી દર્દીઓને ડરાવ્યા…
હાલ કોરોના કાળમાં ર્ડાકટરોને લોકો ભગવાન સમજી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગોધરાના એપેક્ષ લેબોરેટરી દ્વારા દર્દીને ડરાવનાર રીપોર્ટ બહાર આવ્યો છે. જેમાં એક દર્દી દ્વારા ગોધરાની ૩ લેબોરેટરીમાં (C.R.P) ટેસ્ટ કરાવ્યો હતો અને ૩ લેબોરેટરી માંથી ૨ લેબોરેટરી દ્વારા નોર્મલ રીપોર્ટ આપ્યો. જ્યારે એપેક્ષ લેબોરેટરી દ્વારા દર્દીને ડરાવનાર રીપોર્ટ આપવામાં અવ્યો હતો. આવા ખોટા રીપોર્ટ બહાર આવવાથી એપેક્ષ લેબેારેટરી દ્વારા ર્ડાકટરના કહ્યા પ્રમાણે રીપોર્ટોમાં છેડછાડ કરી રીપોર્ટ બનાવતા હોવાનું બહાર આવ્યું છે. શું તંત્ર આ લેબોરેટરી સામે કાયદેસરના પગલા ભરશે ખરી ??