લુણાવાડા,
વૈશ્ર્વિક મહામારી કોવીડ-૧૯ ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૪૫ થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાની કામગીરી હાલ કાર્યરત છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કુલ ૩,૨૫,૬૭૪ નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.
ત્યારે ૨૩મી મે-૨૦૨૧ સુધીમાં લુણાવાડા તાલુકામાં ૯૪૭૫૭, બાલાસિનોર તાલુકામાં ૪૭૫૨૩,સંતરામપુર તાલુકામાં ૮૧૯૫૧, ખાનપુર તાલુકામાં ૨૭૫૮૯, કડાણા તાલુકામાં ૪૧૦૮૦ અને વિરપુર તાલુકામાં ૩૨૭૭૪ મળી જિલ્લા૯ના કુલ ૩,૨૫,૬૭૪ જેટલા હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના શહેરી અને ગ્રામ્યડ વિસ્તા રોના નાગરિકો દ્રારા કોરોના વેક્સીનેશન કરાવ્યું છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૦૨૭ આરોગ્ય કોરોના વોરિયર, ૯૧૪૩ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર, ૪૫ થી ૫૯ વર્ષના અને ૬૦ થી વધુ ઉંમરના ૨,૨૪,૯૩૨ જેટલા નાગરિકોને કોરોના રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨,૪૦,૧૦૨ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ તેમજ ૮૫,૫૭૨ નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લાા કલેકટર આર. બી. બારડે જણાવ્યું કે સાથે સાથે વેકસીન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડવાળી જગ્યા ઉપર જવું નહીં, સેનીટાઇઝ કરવું, જયાં-ત્યાં થુંકવુ નહીં અને ખૂબજ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યકત કરી હતી.