ગોધરા,ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે નવી વસાહતમાંં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 4 ઈસમોને 18,320/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના વાવડીખુર્દ ગામે નવી વસાહત ગામમાં ત્રણ રસ્તાની બાજુમાં સ્ટ્રીટ લાઈટઠના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભારત પ્રતાપભાઈ નિનામા, રાજુભાઈ છત્રસિંહ નિનામા, નંદુભાઈ રમેશભાઈ નિનામા, સિદ્રરાજસિંહ રાઉલજીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 18,320/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.છ