ગરબાડા, ગરબાડા તાલુકાના ભિલોઈ ગામની પ્રાથમિક શાળામાં તા.25/08/2023નાં રોજ બાળ સાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા ના બાળકો તેમજ તમામ શિક્ષકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. શાળાના પ્રમુખ તરીકે કુલ 8 બાળકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ડામોર હરીશભાઈ હરમલે બહુમત મેળવી વિજય મેળવ્યો હતો અને મંત્રી પદ માટે કુલ 5 બાળકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભુરીયા રવિનાબેનનો વિજય થયો. બાળકોની ચૂંટણી માટે મોબાઈલ ઇવીએમ મશીન એપનો ઉપયોગ કરી ચૂંટણી ની પારદર્શિતા આવે તેવું આયોજન આચાર્ય ચૌધરીવસંતભાઈ અને શાળાના શિક્ષકોથી કરવામાં આવ્યું હતું.