કોમર્સ કોલેજ ગોધરા ખાતે પર્સનાલિટી એન્ડ સ્કીલ ડેવલોપમેન્ટ નો કાર્યક્રમ યોજાયો

ગોધરા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરા ખાતે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં નવા જ વરાયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમર્સના સર્વેસર્વા કહી શકાય તે પૈકીના એક એવા ડો.શૈલેષ રાણસરીયા સાહેબનો “પર્સનાલિટી એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ” અંગેનો એક શાનદાર કાર્યક્રમ શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડો.અરૂણસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. જેમાં ડો.રાણસરીયા સાહેબે પર્સનાલિટી શું છે ? ગોલ શું છે ? લક્ષ્ય પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ ? અને સ્કીલ ડેવલપમેન્ટ વિશે જોરદાર માહિતી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના નવા જ વરાયેલા ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર જેઠવા સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડો.અરૂણસિંહ સોલંકી દ્વારા ડો.રાણસરીયા સાહેબનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી પંચમહાલની પાવન ભૂમિ પર કોમર્સ જગતમાં તેમનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ડો.સ્નેહાબેન વ્યાસ અને પ્રો.અજીતસિંહ ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.