બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના ઓથવાડ ખાતે કવોરી માલિકે મજૂરીના રૂપિયા માગતાં કવોરી માલિકે ગંદી ગાળો બોલી અને ઠાકોર સમાજની લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગનો ઉપયોગ કરતા સમગ્ર મામલો બાલાસિનોર રુલર પોલીસ સ્ટેશને પોહચ્યો હતો. જ્યાં પોલીસ ઈસ્પેક્ટર દ્વારા કવોરી માલિક સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. સદર ઘટના બાબતે બાલાસિનોર ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા બાલાસિનોર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બાલાસિનોરના સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી અને માંગણી છે કે, મોદી અટક બોલનાર સાંસદનું સાંસદનો અધિકાર લઈ સજા કરવામાં આવતી હોય તો સરકાર હસ્તકની આ લીઝની મંજુરી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સમગ્ર બાબતે બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.