- હુમલો કરનારા પૈકી ડેપ્યુટી સરપંચ ના સગા.
કાલોલ, કાલોલ તાલુકાના ડેરોલ ગામ ના નવાપુરા ફળિયામાં રહેતા દિલીપભાઈ મગનભાઈ સોલંકી દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા ગત તા 21/08 ની રાત્રે બે વાગે તેઓ પેશાબ કરવા માટે ઉઠ્યા હતા. ત્યારે તેમના ફળિયાની સ્ટ્રીટ લાઇટો બંધ હતી. જે સ્ટ્રીટ લાઇટ ની સ્વીચ ઘરની સામે હોવાથી તેઓ ફ્યુઝ જોવા ગયા હતા. ત્યારે કોઈ કે સ્ટ્રીટ લાઈટનો ફ્યુઝ કાઢીને બાજુમાં મૂકી દીધેલો જે ફ્યુઝ લઈને સ્વીચમાં નાખતા સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જવા પામી હતી. આ સમયે ગામમાં રહેતા અને ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચ હિમાંશુભાઈ હસમુખભાઈ પરમાર તથા મહિલા સરપંચ પતિ (SP) રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજુ બળવંતભાઈ પટેલ તથા તેમનો પુત્ર ઋષિ કુમાર રાજેન્દ્રકુમાર પટેલ તથા ધર્મેન્દ્રભાઈ ઊર્ફે ધમો રમેશભાઈ પટેલ દોડી આવ્યા હતા અને સ્ટ્રીટ લાઈટનો ફ્યુઝ કેમ કાઢી નાખેલ છે, તેમ કઈ સ્તાનો રૂવાફ બતાવી ડોરમાર મારેલો અને ગંદી ગાળો બોલી ગદડા પાટુનો માર મારેલો વધુમાં રાજેન્દ્ર અને હિમાંશુએ બુટ પહેરેલા હતા. પહેરેલા બુટ વડે ફરિયાદીને લાતો મારી હતી. જેથી જમણા પગમાં ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી બુમાબુમ થતા ફળિયાના માણસો જાગી ગયા હતા. તે સમયે ફળિયાના માણસોને જણાવેલ કે આ માણસ ચોરી કરતા પકડાયેલ છે. જેથી આજે તેને જીવતો રહેવા દેવાનું નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. વધુમાં ફળિયાના માણસોને પોલીસમાં નામો લખાવી દેવાની ધમકી આપતા ફળિયાના માણસો ત્યાંથી જતા રહ્યા હતા. દિલીપભાઈને ઉભુ થવાતું નહોતુ કાલોલ પોલીસની જાણકારી પોલીસ સ્થળ ઉપર આવી હતી અને 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક દવા સારવાર કરાવી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. સ્તાનો દુર ઉપયોગ કરી અંગત અદાવત રાખીને યુવાનને ઢોરમારતા નોંધાયેલી ફરિયાદનાં આધારે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી આવી ગંભીર બાબત ને ધ્યાન પર લઈ યોગ્ય પગલાં ભરશે કે કેમ ? તે હોવું રહ્યું.