લુણાવાડાના વરધરી ગામે પોસ્ટ ઓફિસના ખાતેદારોમાંથી 2.76 લાખની ઉચાપત કેસમાં પોસ્ટ માસ્ટરને એક વર્ષની સજા

મલેકપુર,લુણાવાડા તાલુકાની વરધરી સબ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્ટરે 18 ખાતેદારોના ખાતાઓમાં ગોટાળા કરી રૂ.2.76 લાખની ઉચાપત કરી હોવાના કેસમાં મહિસાગર ચીફ જયુડિ.મેજી.એ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

વરધરી સબ પોસ્ટ ઓફિસમાં બસ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા મનુભાઈ વિરસીંગ પરમારે ફરજ દરમિયાન વર્ષ-2001માં તા.12 જુલાઈથી તા.17 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન પોસ્ટ ઓફિસના કુલ 18 ખાતેદારોના ખાતાઓમાં ગોટાળા કરી રૂ.2,76,000/-ની ઉચાપત કરી સરકારી હિસાબમાં જમાં નહિ લઈ પોતાના અંગત કામે વાપરી નાંખ્યા હતા જે બાબતે લુણાવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા તેની તપાસ બાદ પોલીસે પોસ્ટ માસ્ટરની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે અંગેનો કેસ મહિસાગર ચીફ જયુડિ.મેજી.પી.સી.સોનીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વાયએસ.ગોસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી મનુભાઈ વિરસીંગ પરમારને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.