કાલોલ તાલુકા વિકાસ અધિકારીના રાજમાં… કરમની કઠણાઈ : વેજલપુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની ચાલતી પાપલીલા

  • ડિજિટલ યુગમાં તલાટી અને તેના મળતીયા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પરાક્રમોથી વેજલપુર ગામ વિકાસ કામોથી રહ્યો વંચિત.
  • સરકારની સ્વચ્છ પ્રતિભાને લુનો લગાડતો વેજલપુર ગ્રામ પંચાયતનો તલાટી …!!
  • તલાટી અને તેના મળતીયા કોન્ટ્રકરોની મિલીભગતથી કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં ખેલાયો ખાયકીનો ખેલ.
  • આ ભ્રષ્ટ તલાટીએ ગ્રામ પંચાયતમાં આવતી સરકારશ્રીની કરોડોની ગ્રાન્ટો લોકકલ્યાણને બદલે પોતાના અને મળતીયા લોકોના આત્મકલ્યાણમાં વધુ વપરાય રેહવાતી હોવાની લોકોમાં થતી ચર્ચા.
  • પ્રજા કહે છે … આ કૌભાંડી તલાટીએ ખાલી કાગળ ઉપર વિકાસ કામો બતાવીને મોટી ખાયકીનો ખેલ ખેલી નાખ્યો છે … !
  • તાલુકા વિકાસ અધિકારીના રાજમાં આવેલ વેજલપુર ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારનું આસન બન્યું છે ..?? શુ આ સત્ય છે …??

ગોધરા,
રાજ્ય સરકાર રાજ્યની દરેક ગ્રામ પંચાયતને ગામના પ્રજાના વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો આ કામો માટે ફાળવાયેલી ગ્રાન્ટથી ગામમાં વિકાસના કામો કર્યા કરે છે. રાજ્યની ઘણી ગ્રામ પંચાયતો સર્વશ્રેષ્ઠ કામગીરી કરીને સરકારનો એવોર્ડ મેળવતી હોય છે, કેમ કે એવી ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને અધિકારીઓ પ્રજાલક્ષી એવી દૃષ્ટાંત રૂપી કામગીરી કરતા હોય છે, કે જેની નોંધ સરકાર પણ લે છે. જેમાં પંચાયતોના અધિકારી એવા તલાટી અને પંચાયતના સત્તાધીશોની સમર્પિત ભાવના મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે આજે એવી પણ કેટલીક ગ્રામ પંચાયતો છે કે જે આ પંચાયતોમાં વર્ષોથી કોઈ વિકાસ કરી શક્યા નથી. ત્યારે સવાલ થાય કે શું સરકાર આવી ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ આપતી નથી ..? પણ ના … ગ્રાન્ટ તો લાખોની મળે છે પણ ભ્રષ્ટ બની બેઠેલા અને ટુંક સમયમાં કરોડપતિ બનવા આવેલા તલાટી અને તેના મળતીયાના લીધે આ ગ્રાન્ટ વિકાસના બદલે ખાયકીમાં જતી રહે છે, કાલોલ તાલુકાની વેજલપુર ગ્રામ પંચાયતમાં પણ કંઈક આવું જ છે. જ્યાં પંચાયતના ભ્રષ્ટ તલાટી અને તેના મળતીયા ગણ્યા ગાંઠિયા બન્યા બેઠેલા કોન્ટ્રાક્ટરો જાણે કે ખાવા માટેજ સર્જાયા હોય તેમ સરકારી ગ્રાન્ટોમાં ગાબડા પાડી ખાલી કાગળ ઉપર વિકાસ કામો થયાં હોવાનું બતાવી મોટા પ્રમાણમાં ખાયકી આચરી રહ્યા છે અને એવા ભ્રષ્ટ સત્તાધીશો ના પાપે આજે પણ વેજલપુર ગામના લોકો અત્યારના ડિજિટલ યુગમાં વિકાસના કામોથી કોસો દૂર રહયા છે. પ્રજા જાણે કે ૧૮ મી સદીમાં જીવતી હોય તેમ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ન થયા હોવા છતાં કોઈ શોરબકોર કરતી નથી, તેના પાછળનું કારણ હોય છે ગામમાં લાગેલ તલાટી રૂપી ભ્રષ્ટ ની કિડ, કેમ કે આવા ભ્રષ્ટ તલાટી ના સ્વવિકાસ ના લીધે ગામનો વિકાસ રૂધાઇ જાય છે, સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો વેજલપુર ગ્રામ પંચાયતમાં આવેલી છે. જેમાં માટી મેટલનું કામ, ૧૪મા નાના પંચ, પેવર બ્લોક ના કામો, સીસી રોડ જેવા અનેક વિકાસના કામો માટે ગ્રાન્ટ આપેલ છે, પરંતુ વેજલપુર ગ્રામ પંચાયતના ભ્રષ્ટ‚પી આવેલા તલાટીએ એવી કલાગીરી કરી છે કે, વેજલપુર ગામમાં જે જગ્યા અસ્તિત્વમાં નથી એવી જગ્યા ઉપર કામો કરેલા બતાવી સરકારને ચુનો ચોપાડી અને ખાલી કાગળ ઉપર રોડ રસ્તાઓ, પેવર બ્લોકના કામો બતાવ્યા છે પણ સ્થળ ઉપર કશું છે જ નહીં, તો સવાલ એ થાય છે કે આ કામોના લાખો રૂપિયા ક્યાં ગયા ? તો શું.. આવા સરકારી તલાટીને સરકારી પગાર ઓછો પડ્યો ?? જે વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસ કામો કાગળ ઉપર બતાવી સમગ્ર વિશ્ર્વમાં જે ગુજરાત વિકાસ મોડેલની વાતો થાય છે. જેને આ ભ્રષ્ટ તલાટીએ લજવી દીધો, હવે જોવાનું એ રહ્યું કે, પંચમહાલ જિલ્લાના બાહોશ એવા જિલ્લા વિકાસ અધિકારી આ વેજલપુર ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસ કામોની ગેરરીતિનો નિષ્પક્ષ તપાસ કરી વેજલપુર ગામના ગરીબ લોકોને ન્યાય અપાવી આ ભ્રષ્ટાચારમાં સામેલ કૌભાંડી અધિકારી અને આ તલાટી ના મળતીયા તેમજ ગણ્યાં ગાંઠિયા બની બેઠેલા જે પોતે ગોડફાઘર સમજતા અને રાજકીય ઘરાવો ધરાવતા કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરશે ખરા…? કે પછી …??

કોણ છે આ કૌભાંડી તલાટી અને આ ભ્રષ્ટ તલાટીએ ક્યાં ક્યાં કામોમાં ગૈરરીતિ કરીને સરકારને ચોપાડ્યો છે ચુનો .. વાંચો વિગતવાર માહિતી ફોટા સાથે.