શમ્મી કપૂરના દીકરા આદિત્યરાજ કપૂરે ૬૭ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન કર્યું, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં માર્કશીટનાં ફોટો

મુંબઇ,વાંચવા અને લખવાની કોઈ ઉંમર હોતી નથી એવું આપણે સાંભળ્યું છે પણ દિવંગત અભિનેતા શમ્મી કપૂરના પુત્ર આદિત્યરાજ કપૂરે તેને સાબિત કરી બતાવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આદિત્યરાજ કપૂરે ૬૭ વર્ષની ઉંમરે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આદિત્યએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ગ્રેજ્યુએશનની માર્કશીટ સાથે એક ફોટો શેર કર્યો છે. આપોસ્ટમાં તેણે માતાનું સપનું સાકાર કર્યું હોવાનું પણ જણાવ્યું છે . આદિત્યરાજ કપૂરે ૬૭ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન કર્યું છે . તે એક નિવૃત્ત બિઝનેસમેન , પાર્ટ ટાઈમ અભિનેતા અને બાઈકર છે . આદિત્યરાજ કપૂરે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એટલે કે ફિલોસોફીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

એક ઈન્ટરવ્યૂમાં આદિત્યરાજ કપૂરે જણાવ્યું હતું કે ભણવાની તક હોવા છતાં તેનો કદી તેણે ઉપયોગ કર્યો નહોતો. જો કે પછી મને મારી ભૂલનો અહેસાસ થયો હતો. મેં મારી અંદર ખાલીપણું અનુભવ્યું ત્યારે જ મને શિક્ષણનું મહત્વ સમજાયું અને તેથી મેં આ ઉંમરે ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

ફિલોસોફી પસંદ કરવા પાછળનું કારણ સમજાવતા, આદિત્યરાજ કપૂરે કહ્યું, મેં ૬૧ વર્ષની ઉંમરે મારો અભ્યાસ શરૂ કર્યો હતો જેનો અર્થ એ થયો કે હું પ્રવેશ પરીક્ષા આપવા માટે પ્રતિબદ્ધ હતો . મારે કોમર્સ કે બિઝનેસ કોર્સની જરૂર નહોતી. તેમ જ મને ભૂગોળ અને વિજ્ઞાન વિષયો ગમતા ન હતા. મને આટલા વર્ષો સુધી ટકી રહેવા માટે જે પ્રેરણા આપી તે છે માનવ વિચારો.માણસ આવું કેમ વિચારે છે? તે શું વિચારે છે?આ બધું મને ફિલસૂફી તરફ લઈ ગયું અને મનેતે વિષય ગમ્યો. દીકરી તુલસીએ મને ભણવા માટે પ્રોત્સાહિત કર્યોહતો. હું નિવૃત્તિ પછી ઘરે ખાલી બેસી રહેતો હતો. એક દિવસ તે મને ઝેરોક્ષની દુકાને ખેંચી ગઈ જ્યાં મેં મારા દસ્તાવેજોની નકલ બનાવી અને કોલેજનું ફોર્મ ભરવાનું શરૂ કર્યું. મેં એડમિશન લીધું. મને ત્યાંનો અભ્યાસ પણ ગમ્યો.પરીક્ષાઓ નજીકની કોલેજમાં લેવાતી હતી તે થી મને આ અભ્યાસનો ખૂબ આનંદ આવતો.હું કોવિડ દરમિયાન કેટલીક પરીક્ષા આપી શક્યો ન હતો પરંતુ મારી પત્નીએ મને પ્રોત્સાહિત કર્યો. હું બે અઠવાડિયા પહેલા ૫૯.૬૭% સાથે પાસ થયોછું. હું ફિલોસોફીમાં ઓનર્સ સાથે સેકન્ડ ડિવિઝનમાં આવ્યો છું મારા ગ્રેજ્યુએશનથી મારો પરિવાર ખૂબ જ ખુશ છે. મેં આ બધું મારી માતા ગીતા બાલી માટે કર્યું.