બોલીવૂડ એક્ટ્રેસ શબાના આઝમી હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોકી અને રાની’ને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. એક્ટ્રેસે હાલમાં ટ્વિટરમાં જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ તેમના નામે છેતરપિંડી કરવાની કોશિશ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે તેમના નામ પર ‘ફિશિંગ’ના પ્રયાસોને લઈને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવડાવી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે એ અમારી જાણમાં આવ્યું છે કે અમારા કેટલાક સહકર્મચારીઓ અને સહયોગીને શબાના આઝમીથી મેસેજ મળ્યા છે. આ સ્પષ્ટ રૂપે ‘ફિશિંગ’ના પ્રયાસ છે, જે ઉત્તરદાતાઓને મેસેન્જર માટે એપ સ્ટોર પર ખરીદદારી કરવા માટે કહે છે.કૃપયા શબાનાજી તરફથી તમારી પાસે આવતા કોલ-સંદેશનો ઉત્તર ના આપતા અથવા ફોન ના ઉઠાવતા. આ એક સાયબર ગુનો છે અને અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં બે નંબરોથી આ મેસેજ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જે +66987577041 અને + 998917811675. આભાર.
શબાના આઝમી હાલ ‘રોકી અને રાની’ની પ્રેમ કહાનીમાં નજરે ચઢી રહી છે. આ ફિલ્મને કરણ જૌહરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ વર્ષ 2023ની સારી ફિલ્મોમાંથી એક બની ગઈ છે, જેમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. એ એક રોમેન્ટિક ફિલ્મમાં ખૂબ બધો ડ્રામા પણ છે.
આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીનો કિસિંગ સીન છે, જેની ઘણી ચર્ચા છે. આ ફિલ્મમાં બંનેને ભૂતપૂર્વ પ્રેમી દેખાડવામાં આવ્યા છે, જેઓ કેટલાંય વર્ષો પછી એકમેકને મળે છે.