- કોરોના કપરા કાળમાં માનવધર્મ અને સેવાધર્મ તબીબો એ નિભાવ્યો છે. તેવામાં ગોધરાની એપેક્ષ લેબોરેટરીના તબીબો એ દર્દીને લુંટવાનો ધિકતો ધંધો માંડયો
- ખાનગી ર્ડાકટરો અને સિવિલ હોસ્પિટલના તબીબોને દર્દી દીઠ ૪૦ થી ૫૦ ટકા કમીશન આપીને દર્દીઓને પોતાની લેબ ઉપર મોકલવા મનાવ્યા.
- પાપ છાપરે ચડીને પોકારે તેમ વેબ પોર્ટલ ન્યુઝ સ્ટીંંગ કરીને એપેક્ષ લેબોરેટરીના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો
- એપેક્ષ લેબોરેટરી ઉપર મેડીકલ કાઉન્સીલીંગ દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ ? ગોધરાવાસીઓમાંં ચર્ચા…!
ગોધરા,
કોરોના મહામારીકાળમાં અનેક તબીબો એ નિષ્ઠા થી પોતાની જાતની કે પરિવારની પરવાહ કર્યા વગર કોરોના દર્દીઓની સેવા કરવા માટે ફરજ બજાવી છે. તેવા કપરા કોરોનાકાળમાં ગોધરા શહેરના નગર પાલિકા રોડ ઉપર આવેલ એપેક્ષ લેબોરેટરીના સંચાલક બે તબીબો દ્વારા ગરીબ અને વિપરીત પરીસ્થિતના માર્યા દર્દીઓને લુંટવાનો ધંધો ધિકકતો રાખ્યો છે. એપેક્ષ લેબોરેટરીના તબીબો દ્વારા ખાનગી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલના ર્ડાકટરો સાથે સાંઠગાંઠ કરીને લોહી ચકાસણી માટે આવતાં દર્દીઓને પોતાની લેબોરેટરીમાં મોકલી આપતા તગડું ૪૦ થી ૫૦ % જેટલું કમીશન નકકી કરીને દર્દીઓને લુંટવાનો ધંધો કર્યો છે. માનવતા નેવે મૂકીને કોરોના મહામારીમાં લુંટનો ગોરખધંધાનો પર્દાફાશ થયો છે.
ગોધરા શહેરના નગર પાલિકા રોડ ઉપર એપેક્ષ લેબોરેટરી આવેલ છે. આ એપેક્ષ લેબોરેટરીનું સંચાલન ર્ડા. ભાવિન શાહ અને ર્ડા. મોબીન અલવાણી કરે છે. ખૂબ ટુંકાગાળામાં નાણાં કમાવી લેવાની લાલસા સાથે આવેલ બન્ને તબીબો એ માનવતા નેવે મૂકી છે. શહેરના ખાનગી ર્ડાકટરો તેમજ સિવિલ હોસ્પિટલના અમુક તબીબો સાથે લેબોરેટરી તપાસની જરીયાત ધરાવતા દર્દીઓને પોતાની લેબ ઉપર મોકલી આપવા માટે પ્રેરીત કર્યા હતા અને તેનાં વળતરમાં દર્દી પેટે ૪૦ થી ૫૦ ટકા જેટલું તગડું કમીશન આપવામાં આવતું હતું. ટુંકા સમયમાં કમાણી કરી લેવાની લાલસા સાથે બન્ને તબીબો જાણે માનવતા નેવે મૂકી હોય તેવી હદ વટાવી ગયા હતા. લેબમાં આવતાં દર્દીઓ પાસેની મનમાની ફી વસુલવામાં આવતી હતી. ગોધરાની એપેક્ષ લેબોરેટરી દ્વારા દર્દીઓની ઉધાડી લુંટ ચલાવવા આવતી હોય તેને ઉધાડી પાડવા માટે બીડુ ઝડપ્યું હતું અને વેબ પોર્ટલ ન્યુઝ ચેનલ દ્વારા સ્ટીંગ કરવામાં આવ્યું હતું. એપેક્ષ લેબોરેટરીના સંંચાલક તબીબોને ટુંકા સમયમાં નાણાં કમાવી લેવા માટે જે શોર્ટ કટ અપનાવ્યો છે. તેને લઈ લોકોમાં ઘુણો જોવા મળી રહ્યો છે. કોરોના જેવી મહામારીમાં લોકો ખુલ્લા હાથે યથાશકિત દાન કરવા અને સેવાભાવ માટે આગળ આવી રહ્યા છે. તેવા સમયે ગોધરાની લેબના તબીબો કમાઈ લેવાની લ્હાયમાં માનવતા ભુલ્યા છે. સાથે સમયના માર્યા દર્દીઓને લુંટવાની તરકીબની પોલ ખુલી છે. ત્યારે હવે આવા લાલચુ અને નાણાંના ભુખ્યા તબીબો લોકો સમક્ષ ખુલ્લા પડયા છે. હજી જ્યાં સુધી આવા નાણાંના લોભીયા લેબ સંચાલકોને ખુલ્લા પાડવા માટે વેબ પોર્ટલ ન્યુઝે જે બીડું ઝડપ્યું છે. તેનાથી ગરીબ અને આંર્થિક પરીસ્થિતી નહિ ધરાવતા દર્દીઓ માટે આર્શિવાદ સમાન ગણાશે.