ગોધરાની એપેક્ષ લેબોરેટરીના ગોરખધંધા : દર્દી મોકલનાર ડોકટરને ૪૦ ટકા કમીશન

ગોધરા,
ગોધરા શહેરના નગર પાલિકા રોડ ઉપર આવેલ એપેક્ષ લેબોરેટરીના ભાવ વધારા વિશે છેલ્લા એક સપ્તાહ થી ચર્ચાનો વિષય બન્યો છે. તબીબો દ્વારા લેબોરેટરીમાં લોહી તપાસ માટે મોકલવામાં આવતાં દર્દી પેટે ૪૦ ટકા જેટલું તગડુ કમીશન આપવામાં આવી રહ્યું છે.

ગોધરા શહેર નગર પાલિકા રોડ ઉપર આવેલ એપેક્ષ લેબોરેટરીના મનમાન્યા ભાવ વધારાની ચર્ચા છેલ્લા એક સપ્તાહ થી સોશ્યલ મીડીયામાં ચર્ચાનો વિષય બન્યો છે. લેબોરેટરીના ર્ડા. મોલીન અલવાણી અને ર્ડા. ભાવિક શાહ સંચાલિત વિવાદમાં ફસાઈ છે. ગોધરા શહેરના તબીબો દ્વારા આ લેબોરેટરીમાં જે દર્દીને મોકલવામાં આવે છે. તે એક દર્દી પૈકી ૪૦ ટકા જેટલું તગડું કમીશન તબીબને આપવામાં આવી રહ્યું છે. એપેક્ષ લેબોરેટરી દ્વારા ઊંચા કમીશનની લાલચ આપીને તબીબોને દર્દીને પોતાની લેબમાં મોકલી આપવા માટે પ્રોત્સાહિત કરે છે. એપેક્ષ લેબોરેટરી દ્વારા દર્દીઓની મજબુરીનો ફાયદો ઉઠાવીને ચલાવાતી ઉધાડી લુંટને ઉધાડો પાડવા માટે વેબ પોર્ટલ ન્યુઝ ચેનલ દ્વારા સ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લેબોરેટરીના સંચાલક ર્ડાકટર દ્વારા દર્દીને લોહી તપાસ માટે મોકલી આપવા માટે આપવામાં આવતાં તગડા કમીશનનો ખુલાસો થયો છે. એપેક્ષ લેબોરેટરી દ્વારા ચલાવતા નાણા કમાવાનો કીમીયો નરભક્ષી જાનવરને શરમાવે તેવો છે. ત્યારે હવે જોવાનું રહે છે કે કમાવા માટે આંધળી દોડ મુકતાં આવા લેબોરેટરી તબીબો કેટલા દિવસો સુધી દર્દીઓની લુંટ ચલાવી શકે છે.

કોરોના વોરીયર્સની છબીને ખરાબ કરતી આ લેબોરેટરી…

આ કમીશન બાજીના ભૂંડા ખેલમાં ગોધરાના જુજ ર્ડાકટરોને બાદ કરતા મોટાભાગના ર્ડાકટરો કમીશનની માયાજાળમાં ફસાયેલા છે. જ્યારે ગોધરા શહેરમાં મુસ્લીમ વિસ્તારના દર્દીઓને ધરાર એપેક્ષ લેબોરેટરીમાં તપાસ કરાવાની ફરજ પાડતા તબીબોની પોલ પણ ઉધાડી પડી ગઈ છે.
એક તરફ દેશમાં ર્ડાકટરોમાં કોરોનાકાળની મહામહેનત અને બલીદાનને લઈ પ્રજા કોરોના વોરીયર્સ જેવા સન્માનનિય શબ્દોથી નવાજે છે. ત્યારે ગોધરા કમીશન બાજ તબીબો એ તબીબી ધર્મને લાંછન લાગે તેવું કૃત્ય કર્યુ છે. હવે જોવાનું રહ્યું કે, આ બાબતે સરકાર કઈ દિશામાં આગળ વધી તપાસના ચક્રોગતિમાન કરશે તે જોવાનું રહ્યું.

લેબોરેટરી દ્વારા રિપોર્ટના વધુ રૂપીયા લેવાના આક્ષેપો અગાઉ પણ થયેલ છે….

ગોધરા શહેર ખાતે આવેલ એપેક્ષ લેબોરેટરી દ્વારા કોવિડ પોઝીટીવના રિપોર્ટના ૩૨૦૦ રૂપીયા લેવામાં આવી રહયા છે. ત્યારે બીજી બાજુ અન્ય લેબોરેટરીમાં ૨૦૦૦ રૂપીયા લેતાં હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સામાજીક કાર્યકર્તા દ્વારા અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી. વધુ રૂપીયા લઈ ર્ડાકટરોને ૪૦% જેટલું કમીશન આપતી આ લેબોરેટરી સામે શું કાર્યવાહી થાય છે. તે જોવાનું રહ્યું.