વેજલપુર,
કાલોલ તાલુકાના વેજલપુર ગામના મેન હાઇવે ઉપર આવેલ કુંભારવાસ થી ઢોલા તળાવ સુધી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના હેઠળ માટી મેટલનું કામ માત્ર રેકોર્ડ ઉપર દર્શાવ્યો હોય તેમ લાગી રહયું છે અને હાલ કુંભારવાસ થી ઢોલા તળાવ સુધી બનેલ રસ્તાની મુલાકાત લેતા કોઈપણ પ્રકારનું માટી મેટલનું કામ થયેલ નથી અને ત્યાંના સ્થાનિક રહીશો ને ચોમાસાની શત્રુમાં કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે.
હાલ ત્રણ દિવસના ભારે વાવા જોડા સાથે વરસાદ પડતાં કુંભારવાસ થી ઢોલા તળાવ સુધીના રસ્તા ઉપર કાદવ કીચડ જોવા મળ્યું હતું અને આજુબાજુ ખેતરો આવેલા હોવાથી સ્થાનિક લોકોને કાદવ કીચડ માંથી જવા મજબુર થવુ પડે છે અને ત્યાંના સ્થનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરપંચ માત્ર વોટ લેવા માટે આવે છે અને મોટા મોટા વચનો આપીને જતા રહે છે અને પછી કોઈપણ સરપંચ આ વિસ્તાર ની મુલાકાત લેવા આવતા પણ નથી. જેથી આવા લોકોને ભગવાન નો પણ ડર રહયો નહોય તેમ લાગે છે. મનરેગાના અધિકારીઓ માં ફફડાટ વ્યાપી ગયો હોય જેથી આવિસ્તારમાં કામો કર્યા ન હોય તેવા જોબકાર્ડ ધારકોમાં એન્ટ્રીઓ નીલ કરી દીધી છે. ત્યારે પંચમહાલ સમાચારમાંં એન્ટ્રીઓ અને નાણાં ઉપડેલ અને સ્થાનિક રોડના ફોટા સહિત તમામ પુરાવા સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગાના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સ્થળ ઉપર કામ થયા વગર મનરેગા યોજના જોબકાર્ડ ધરાવતા શ્રમિકોની હાજરી ભરવામાં આવી છે. માત્ર કાગળ ઉપર કામો બનાવીને સરકારી નાણાં તે સગેવગે કરવામાં આવ્યા છે. મનરેગા રોજમેળ અને જોબકાર્ડ એડવાન્સ હાજરી પુરવાના જેવા અનેક ભ્રષ્ટાચારનો અહેવાલ પંચમહાલ સમાચાર દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. કાલોલ મનરેગા વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડતો હોય તેમ લાગતાં મનરેગાની ઓનલાઈન રેકર્ડ માંથી ખોટા અને બોગસ કામોની એન્ટ્રી નીલ કરવામાંં આવી રહી છે. પરંતુ આમ કરવાથી ભ્રષ્ટાચાર છુપાશે નહિ.
રિપોર્ટર : નૂરબાલા