લુણાવાડા,
આરોગ્ય સેવામાં કોરોના વોરિયર્સ બનીને કોરોનાનીકપરી પરિસ્થિતિમાં કામ કરતાં કર્મયોગીઓ વિષમ પરિસ્થિતિમાં પણ પોતીકા ભાવ થી ગુણવતા જાળવણી સાથે સમય અને ખર્ચ બચાવવામાં પણ અગ્રેસર રહે છે. ત્યારે મહીસાગર જિલ્લાની આરોગ્ય ટીમના આવા વિશેષ પ્રયાસો ધ્યાનાકર્ષક જન સેવામાં ઉપયોગી બની રહયાં છે. જિલ્લા મથક લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે કોરોના અંગે આર.ટી.પી.સી.આર લેબની શરૂ આત થઇ ચુકી છે. ત્યારે કોરોના સામેના જંગમાં મહીસાગર જિલ્લા કક્ષાએ ઉચ્ચગુણવત્તાયુક્ત આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી વી.ટી.એમ. (વાયરલ ટ્રાન્સપોર્ટ મીડીયા) ટ્યુબના નિર્માણનો જિલ્લા તંત્રનો નવતર અભિગમ નોંધનીય બન્યો છે.
મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ જિલ્લાના આરોગ્ય વિભાગના પ્રસંશનીય પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત સપ્તાહથી આર.ટી.પી.સી.આર લેબ શરૂ થઇ છે. અગાઉ આ ટેસ્ટ માટે વડોદરા અને અન્ય સ્થળોએ સેમ્પલ મોકલવામાં આવતા હતા. જેમાં પરીણામ આવતા સમય લાગતો હતો.પણ હવે જિલ્લામાં જ લેબની શરૂ આત થતાં નિયત સમયમાં ટેસ્ટનું પરીણામ આવી જાય છે. અને દિવસ દરમ્યાન હાલમાં ત્રણ બેચમાં૨૭૦ જેટલાઆર.ટી.પી.સી.આર ટેસ્ટનું પરીણામ મેળવી શકાય છે. વધુમાં તેમણેનવતર અભિગમ સાથે વી.ટી.એમ. મીડીયા ટ્યુબના જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવેલા નિર્માણની સુંદરકામગીરી અંગે ખુશી વ્યક્ત કરતા રોજના ૧૦૦૦ વી.ટી.એમ. મીડીયા ટ્યુબ બની રહી છે. જેનાથી ગુણવત્તા, સમયની બચતની સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થયો છે.
લેબ ટેકનીશીયન વંદનાબેનના જણાવ્યા અનુસારઆર.ટી.પી.સી.આર ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતીવી.ટી.એમ. મીડીયા ટ્યુબ બનાવવા માટે ની કામગીરીજિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી એસ.બી.શાહના માર્ગદર્શનમાં વડોદરા ખાતે ટેકનીશીયન ટ્રેનીંગ મેળવી મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે શરૂ કરવામાં આવી છે. આ ટયુબ બનાવવામાં૧૦.૭૯ ગ્રામ,ફોસ્ફટ બફર સલાઈન પાઉડર ૧ લીટર ડીસ્ટીલ વોટરમાં મિશ્રણ કરીને ગેસ પર ૪-૫ મિનિટ ગરમ કર્યાબાદ ૧૨૧ ડીગ્રી સેલ્સિયસ પર ૧૫ આઇ.બી.એસ પ્રેસર પર ઓટોકલેવમાં ૧૫ મિનિટ માટે સ્ટરીલાઇઝ કરવામાં આવે છે. ત્યાર બાદ મિશ્રણને લેમિનાર એર ફલોમાં મૂકી ૭.૦ એમ.એલ જેન્ટામાઇસીન અને ૨૦ એમ.એલ બેન્ઝાઇલ પેનીસીલીન ઇન્જેક્શન ઉમેરી તૈયાર થયેલ મીડિયાને ૧૫ એમ.એલ સ્ક્ર્યુ કેપ ટ્યુબ માં ૩.૦ એમ.એલટ્રાન્સફર કરીતૈયાર થયેલ વી.ટી.એમ.ટ્યુબ ને ફ્રીઝ માં ૨-૮ ડીગ્રી પર સ્ટોર કરવામાં આવે છે. મહીસાગરજિલ્લામાં રોજના ૩.૦ લીટર મીડિયા બનાવવામાં આવે છે જેમાંથી આશરે ૧૦૦૦ ની આસપાસ વી.ટી.એમટ્યુબ બને છે.
અગાઉ સરકાર દ્વારા ૧ વી.ટી.એમ ટ્યુબ અંદાજે ૭૦ થી ૮૦ રૂપીયાનો ખર્ચ થતો હતો. જે હવે જિલ્લા કક્ષાએ અંદાજીત ૨૫ થી ૩૦ રૂપીયાના ખર્ચમાં તૈયાર થાય છે. જેના થકી પ્રતિદિન અંદાજીત પચાસ હજાર રૂપિયા સુધીની બચત થાય છે.મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના આ નવતર અને પ્રસંશનીય અભિગમના પગલેસરળતાથી ગુણવત્તા યુક્ત જરૂરી માત્રામાં સમયસર વી.ટી.એમ. ટ્યુબ મળતા કોરોના અંગે આર.ટી.પી.સી.આર ટેસ્ટની કામગીરીઝડપી અને સરળ બની છે.