સંતરામપુર પાલિકામાં સાંસદની જન્મ દિવસ નિમિતે સફાઈ કામદારો અને જરૂરીયાતમંદને સાડી વિતરણ કરાઈ

સંતરામપુર,સંતરામપુર નગરપાલિકામાં દાહોદ લોકસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્ર મંત્રી જસવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે સફાઈ કામદારો અને જરૂરિયાત મંદોને સાડીઓનો વિતરણ કરવામાં આવ્યો. લોકસભાના સંસદના જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ જરૂરિયાતમંદો અને સફાઈ કામદાર બહેનોને આજે મોટી સંખ્યામાં સાડીઓનો વિતરણ કરવામાં આવેલો હતો. આ પ્રસંગે મહીસાગર જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ સિંહ બારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસર દિપસિંહ હઠીલા તથા બીજેપીના કાર્યકર્તાઓ અને નગરપાલિકાના સ્ટાફ સહિત હાજર રહ્યા હતા.