સંતરામપુરના ઓરા પ્રાથમિક શાળાની 47 વર્ષે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

સંંતરામપુર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી પ્રાથમિક શાળા ઓરા તાલુકો સંતરામપુર જી.મહિસાગરમાં સતત બીજા વર્ષે 47 માં શાળા સ્થાપના દિનની ઉજવણી, તારીખ 22/8/2023ના રોજ એસએમસી કમિટીના સભ્યો, સરપંચ તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સીઆરસી તથા વિદ્યાર્થીઓના તમામ વાલીઓ સાથે કેક કાપીને કરવામાં આવી.

શાળા સ્થાપના દિનની ઉજવણી સમયે ગામના વાલીઓ અને બાળકો સાથે જુદા જુદા વિષયો જેવાં કે, બાળકોને શાળામાં નિયમિત મોકલવા, શિક્ષણનું મહત્વ, સ્વચ્છતા જાહેર મિલકતનું રક્ષણ, સામાજીક વનીકરણ અને વૃક્ષારોપણનું મહત્વ, અને જળવાયુ પ્રદૂષણતથા સરકાર દ્વારા મળતી જુદી જુદી યોજનાઓ અને બાળકોને મળતા લાભો વિશે ઉદાહરણ પૂર્વક ઊંડાણપૂર્વક વક્તાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે શાળા પરિવારે તિથિ ભોજનું આયોજન કરી ગામના વાલીઓ તથા બાળકોને તિથિ ભોજન કરાવ્યું.