કોમર્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓ રતનમહાલના પ્રવાસ કર્યા

ગોધરા,સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર વડોદરાના ગોધરા વિભાગ દ્વારા આયોજીત નેતૃત્વ શિબિર કાર્યશાળા અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂરો કરી બીજા રાઉન્ડમાં દેવગઢ બારીયાના પ્રસિદ્ધ અભયારણ્ય રતનમહાલનોના પ્રવાસે જઈ આ સ્થળના કુદરતી સૌંદર્યથી અને ધોધથી રોમાંચિત થઈ ઊઠ્યા હતા.

આ નેતૃત્વ વિકાસ શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે અને તેઓ રાષ્ટ્ર માટે તૈયાર થાય તે હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓનો એક પરિવાર બને અને વિદ્યાર્થીઓમાં એક પ્રકારની યુવા શક્તિ ખીલેએ આશયથી શિબિર યોજાઈ હતી. વિવેકાનંદ કેન્દ્રના રાજનભાઈ પટેલની આગેવાની તેમજ કોમર્સ કોલેજ ગોધરા એનએસએસ લીડર કુમારી નિશી શાહના કુશળ નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ અભયારણ્ય કેમ્પસાઇટ પહોંચી ત્યાંથી સુંદર મજાના ગીતો-દેશભક્તિના નારા સાથે પર્વતારોહણ શરૂ કર્યું હતું. શિખર પરના વહેતા ધોધે સૌ કોઈને રોમાંચિત કર્યા હતા અને આ ધોધમાં સ્નાન કરવાનો પણ વિશેષ આનંદ વિદ્યાર્થીઓએ લીધો હતો.