દે.બારીયા શહેરમાં દુષિત પાણીના પાપે ઝાડા અને તાવના દર્દીઓમાં વધારો થયો છે ???

દે.બારીયા,દે.બારીયા શહેરના કેટલાક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યગા ધણા સમયથી ચાલી રહી છે. આ દુષિત પાણીનું મુખ્ય કારણ પીવાની પાણીની પાઈપોમાંં કાદવ-કીચડ જમા થવાના કારણે પાણીના પ્રેશરમાંં પણ ધટાડો સાથે દુષિત આવી રહ્યું છે. જે પાણી પીવા લાયક નથી. આના માટે અનેક રજુઆતો કરવા છતાં દે.બારીયા નગર પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રા માંથી જાગતુંં નથી. હાલમાં ડેન્ગ્યુ, ચિકનગુણીયા, ટાઈફોઈડ, ડાયેરીયાના કેસોમાંં વધારો નોંધાઈ રહ્યો છે અને ઉપરથી છેલ્લા બે દિવસથી વરસાદી માહોલમાં રોગચાળાની ગંભીર અસરથી દહેશતથી શહેરની આમ જનતા ફફડી ઉઠી છે. દે.બારીયા પંથકમાં વસતા જનતાને ભરડામાં લેવાનુંં શરૂ કરે તે પહેલા નગર પાલિકા પહેલા તો દુષિત પાણીની સમસ્યા હલ કરે વોટર્સ વર્ક પ્લાન્ટ ફિલ્ટર પ્લાન્ટ વ્યવસ્થીત સાથે કલોરીનવાળું પાણી સપ્લાયની વ્યવસ્થા સુદ્રઢ બનાવે જે જે વિસ્તારોમાં નવી પાઈપો બીછાવી નથી. ત્યાં નવી પીવાની પાણીની પાઈપો બીછાવવાની કામગીરી હાથ ધરે જેવા કે, પારેખ શેરી તથા ગલાલીયા કુવાથી કસ્બા મસ્જીદ સુધીની નવિન પીવાના પાણીની પાઈપ બીછાવવામાં આવે ત્યારે જ આ પ્રદુષિત પાણીની સમસ્યા હલ થશે તેના માટે સંભવિત પાલિકા ઉમેદવારો આના પ્રત્યે હાલથી જ કામે લાગે તો જ તેમને જીત મળી શકશે નહી તો ખેલ બગડી શકે છે.

હાલમા ચોમાસા ઋતુનો ત્રીજો અને આખરી તબકકો ચાલી રહ્યો છે. તેવા સમયે વરસાદનો ગંદાપાણીની કાંસો તથા ગટરોમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. ડેન્ગ્યુ ફેલાવતા એડીસ માદા મચ્છરનો પણ મુખ્ય ભાગ છે. બીજી તરફ દુષિત પાણીની લાઈનોમાં ગટરોનું ભળતું ગંંદુ પાણીથી કોલેરા, તાવ, ડાયેરીયા જેવા રોગચાળાએ માથું ઉચકયું છે. જેના કારણે રોજબરોજ બિમારીઓમાં સપડાતા લોકો સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં મોટી કતારો જોવા મળી રહી છે. જ્યારે દે.બારીયા સરકારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ તથા વોર્ડના ર્ડાકટરો દર્દીઓને તપાસવા અને દર્દીને દવા ગોળી આપવા અથવા લખવા બે કલાક લેટ આવે છે. તેમની ફરજનો સમય ઉપર હાજર થવા માટે કયારે અને કોણ સુચના આપશે.

એક સપ્તાહ પહેલા મેલેરીયા ખાતાના કર્મીઓ ટાંકીમાં પોરા તથા એડીસ મચ્છર ના પેદા થાય તેની દવા પાણીની ટાંકીઓમાં નાખવા માટે આવ્યા હતા. પરંતુ કેટલા ધરોની ટાંકીઓમાં અને કેટલા વિસ્તારમાં દવા નાખી તેના માટે કોઈ પણ કર્મી પાસે રજીસ્ટર હતું નહી આ દવાનુંં એક ઢાંકણ ધરની એક ટાંકીમાં નાખવામાં આવતું હોય છે. પરંતુ નાખ્યું નથી અને કોઈ પણ ધરના માલિકા પાસે દવા નાખી તે બાબતે સહી પણ લીધી ન હતી. અગાઉ ધરના માલિકો પાસે દવા નાખી તે ખરાઈ કરવા સહી અવશ્ય લેતા હતા. આ વખતે તો ખાલી ફેરો મારી જતા દેખાવ કરવા માટે આંંટો મારી ગયા હોવાનુંં ચર્ચાઈ રહ્યું છે. આ દવા એક લીટર 800/- થી 1000/-રૂપીયા સુધીની મેલેરીયા ખાતુંં ખરીદી કરે છે. તો શું ? આ પ્રીયડની દવા ખરીદીની ખાલી કાગળો ઉપર બતાવી દેવામાં આવી હશે ? તે આરોગ્ય સચિવ તપાસણી કરશે ? તે આવનારો સમય બતાવશે કે સ્ટેટ વિજીલન્સ વિભાગને એકશનમાં આવવું પડશે.