ભારે વરસાદ સાથે દક્ષિણ કેલિફોર્નિયામાં ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે. દક્ષિણબકેલિફોર્નિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જો કે, હાલમાં ભૂકંપથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. દક્ષિણ કેલિફોર્નિયામાં બપોરે લગભગ 2.41 કલાકે 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જેના ઝટકા પ્રશાંત તટ અને ખાડી વિસ્તારના અમુક ભાગની સાથે સાથે નેવાદા રાજ્યના અમુક બાગ સહિત રાજ્યના ઉત્તરી અડધા ભાગમાં અનુભવાયા હતા.

ભૂકંપની સાથોસાથ ભારે વરસાદ વરસતા દક્ષિણે કેલિફોનિયા વિસ્તારમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચારો આવ્યા નથી અને યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમને અન્ય કોઈપણ પ્રકારની સુનામીની આફતના સંકેતો પણ આપ્યા નથી. સમગ્ર ઉત્તર અને દક્ષિણ કેલિફોર્નિયામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સાથે 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો હતો.  કેલિફોર્નિયા ભૂકંપથી સંબંધિત કોઈ સુનામી ચેતાવણી, સલાહ અથવા ખતરાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. આપને જણાવી દઈએ કે, આ અગાઉ ઉત્તરી ફેલિફોર્નિયાના તટ પર ભૂકંપના  ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.4 હતી.