બાલાસીનોર તાલુકા પોલીસ મથક વિસ્તારની ગુમ થયેલ યુવતિને વલસાડ ભીલાડ ખાતેથી શોધી

બાલાસીનોર, બાલાસીનોર તાલુકા પોલસી મથકે 2013 થી 2023 સુધી ગુમ થયેલ અને અપહરણ થયેલ બાળકો અને વ્યકિતઓને શોધવાની સ્પેશયલ ડ્રાઈવ યોજી હતી. જેમાં ડાકણીયા ગામેથી ગુમ થયેલ યુવતિને શોકી કાઢી.

મહિસાગર જીલ્લા પોલીસવડા દ્વારા બાલાસીનોર તાલુકા પોલીસ મથક વિસ્તાર માંથી ગુમ થયેલ અને અપહરણ થયેલ વ્યકિતઓને શોકી કાઢવા સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે ગુમ થનાર શીલ્પાબેન પ્રવિણસિંહ કનુસિંહ ઠાકોર (રહે. ડાકણીયા, બાલાસીનોર)ને વલસાડના ભીલાડ ખાતેથી શોધી કાઢવામાં આવી.