ગરબાડા તાલુકામાં વીજ કંપનીની વીજીલન્સ ટીમે દરોડો કરી 6.73 લાખની વીજ ચોરી ઝડપી

ગરબાડા, ગરબાડા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં મઘ્ય ગુજરાત વીજ કં5ની વીજ ચોરી પકડવાના ઝુંબેશના ભાગરૂપે તપાસ કરતા ગરબાડા તાલુકામાંથી જુદા જુદા વિસ્તારોમાં 58 વીજ ગ્રાહકો પકડાયા હતા. આ લોકોને 6,73,000/-નો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વીજીલન્સની 12 ટીમોએ ગરબાડા તાલુકાના જુદા જુદા વિસ્તારો જેમ કે પાંચવાડા, ખારવા, દેવધા, બોરીયાલા, બોરીયાલી, નીમચ, ગુલબાર, તેમજ એમજીવીસીએલની અંદર આવતા ધાનપુરના પણ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી હતી. ડે.એન્જિનિયરના જણાવ્યાનુસાર તાલુકાના વિવિધ વિસ્તારોમાં 239 જગ્યાએ વીજીલન્સની ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં 58 જગ્યાઓ ઉપર વીજ ચોરી પકડાઈ હતી. તેમજ 6,73,000/-નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.