કાલોલના વલમપુરી ગામેથી 4 જુગારીયાને વેજલપુર પોલીસે ઝડપ્યા

કાલોલ,કાલોલ તાલુકાના વલમપુરી ગામે પહેલી ડુંગરીમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 4 ઈસમોને 14,500/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વલમપુરી ગામે પહેલી ડુંગરીમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન દિલીપ વિઠ્ઠલભાઈ પરમાર, એઝાઝ ગફાર હાજી, રોહિત અર્જુનભાઈ બારીયા, ઈલ્યાસ ઈબ્રાહીમ ઉંધાને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ કુલ 14,500/-રૂપીયાના મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.