દાહોદ જીલ્લાના દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં ચાલતા કતલખાના પર પોલીસના દરોડા, ત્રણ સામે ગુનો નોંધાયો

દાહોદ,દેવગઢ બારીયા તાલુકાના કાપડી વિસ્તારમાં ચાલતા કતલખાના પર સ્થાનિક પોલીસે દરોડો પાડી કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલા પાંચ જેટલા પશુધનને બચાવી પોલીસે કતલ કરવાના સાધનો તેમજ પાંચ કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જયારે કતલખાનું ચલાવનાર ઈસમ તેમજ તેનો પરિવાર ભાગી છૂટ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના કાપડી વિસ્તારમાં અયુબ નાનાભાઈ રસીદાવાળા પોતાના રહેણાંક મકાનમાં કતલખાનો ચલાવતો હોવાની બાતમી દેવગઢબારિયા પોલીસને મળતા પોલીસનો કાફલો અયુબ નાનાભાઈ રસીદાવાળાને ત્યાં પહોંચતા અયુબ રસીદાવાળા, તેની પત્ની સઈદા અયુબ,તથા સમીરા અયુબભાઈ રસીલાવાળા ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસે મકાનમાંથી કતલ કરવાના ઇરાદે મુશ્કેટાટ દોરડા વડે બાંધી રાખેલા પાંચ ગવંચને બચાવી લીધા હતા તેમજ મકાનમાં તલાસી દરમિયાન કતલ કરવાના હથિયારો જેવા કે છરા ચપ્પુ, તથા અન્ય સાધનો સાથે પાંચ કિલો ગૌ માસનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસે કતલખાનું ચલાવનાર અયુબ રસીદાવાળા તેની પત્ની સઈદા તથા પુત્રી સમીરા સહીત ત્રણ ઈસમો સામે ગૌવંશની હત્યા સંદર્ભે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.