ઝાલોદ તાલુકાના કાળીમહુડી મુકામે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એક વ્યક્તિનું મોત

  • ગાડીમાં બે સવાર પૈકી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં દાહોદ ઝાયડસ મુકામે દાખલ કરવામાં આવ્યો.

દાહોદ,તારીખ 20-08-2023 રવિવારના અંદાજીત રાત્રીના 8:30 વાગે દાહોદ તરફથી આવતી ટાટા ટીગોર જેનો નંબર GJ-20-AH-7020 આવતી હતી. તે દરમ્યાન ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાળી મહુડી સ્ટેશન પાસે આવેલ નાળાની દિવાલ સાથે અથડાઈ ખાડામાં ગાડી પડી ગઈ હતી. ગાડી નજીકના લીમડી નગરની હોવાથી અકસ્માતની માહિતી મળતા નગરના તેમજ આસપાસના લોકો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલ હતા અને તાત્કાલિક 108 પર કોલ કરતા એમ્બ્યુલન્સ આવી ગયેલ હતી.

આ ગાડીમાં જાણવા મુજબ અંદાજીત બે વ્યક્તિ સવાર હતા. આ ગાડીમાં સવાર બે વ્યક્તિ ઉત્કર્ષ હિતેન્દ્ર છાજેડ અને લકી ભુપેન્દ્ર સોની બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ ઝાયડસ મુકામે લઇ જવામાં આવેલ હતા. ત્યાં લઈ જતા ડોક્ટર દ્વારા તપાસ કરાતા ઉત્કર્ષ છાજેડને મૃત જાહેર કરવામાં આવેલ હતો અને લકી સોનીને વધુ ગંભીર ઈજાઓ થતાં તેની તાત્કાલિક સારવાર કરવાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. આ ઘટનાની પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.