નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વકીલોએ સર્વાનુમતે ચૂંટણીને બદલે પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો.
આજરોજ નસવાડી સિવિલ કોર્ટના વકીલ રૂમમાં વકીલ મંડળની ચૂંટણી માટે બેઠક યોજાઈ હતી. વકીલો વચ્ચે મતભેદ ટાળવા અને મંડળમાં એકતા જાળવવા માટે ચૂંટણી યોજવાને બદલે સર્વાનુમતે હોદ્દેદારોની પસંદગી કરવાનો નિર્ણય લેવાયો હતો.
ચૂંટણી અધિકારી તરીકે કુલદીપ એન. રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ આર. પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી. શાહ અને મંત્રી તરીકે સહેજાદ વાય. મેમણે ફોર્મ ભર્યા હતા.
આ ઉપરાંત, સહમંત્રી પદ માટે નોફિલ મેમણ અને મહિલા અનામત સભ્ય તરીકે નિધિબેન એન. ડુ. ભીલે પણ ફોર્મ ભર્યા હતા. આ તમામ ઉમેદવારો સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ન ભરતા, તેમની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા વકીલ મંડળે આગામી સમયમાં નસવાડી કોર્ટમાં પુસ્તકાલય, રમતગમતના સાધનો અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા વકીલોને માહિતી મળી રહે તે