રાજસ્થાન પોલીસ આરોપીની તપાસ કરવા પંચમહાલ કાલોલ સુધી દોડી

કાલોલ, રાજસ્થાનનાં ઝાલોર જિલ્લાનાં આહોર તાલુકામાં રહેતાં એક પરીવારની સગીર બાળાનું 14 ઓગસ્ટના રોજ અપહરણ થયું અને તેનાં પરીવાની શંકાએ ગુજરાત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં એક યુવાન ના સંપર્કમાં આવતા હોવાનું પોલીસને જણાતા રાજસ્થાન પોલીસ ગુજરાતનાં કાલોલ પોલીસ સ્ટેશન સુધી દોડી. તપાસ હાથ ધરતા શંકાસ્પદ યુવાન પર ઘરેથી ફરાર જણાતા પોલીસે વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાત રાજ્ય ખેતી અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે રોજગારી મેળવવા માટે અનેક પરપ્રાંતી પરિવારો ગુજરાતના કેટલાક જિલ્લા અને તાલુકામાં વસવાટ કરતા હોય છે અને તેએમનું ગુજરાણ ચલાવતાં હોય છે.

પરંતુ ઉલ્લેખની એ છે કે રાજસ્થાનનાં ઝાલોર જિલ્લાનાં આહોર તાલુકામાં રહેતાં એક પરિવારનાં સગા સ્નેહીઓ ગુજરાત રાજ્યનાં પંચમહાલ જિલ્લાનાં કાલોલ તાલુકામાં કેટલાક પરિવારો ધંધો રોજગાર ચલાવી પોતાનું ગુજરાણ ચલાવતાં હોય છે. પરંતુ આવા પરપ્રાંતી પરિવારની સગીર બાળા પોતાનાં સગાસ્નેહી ને ઘેર આવી રહેલ અને તે ગામના એક યુવાન નાં સંપર્કમાં આવતાં એક યુવાને સગીરાને લગ્નની લાલચ આપી પટાવતો ફોસલાવતો હોવાનુ તેનાં પરિવાને જણાતા કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે તત્કાલીન સગીર વયની બાળાને પોતાનાં વતન માં મોકલી ધિધી હતી તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ગત 14 ઓગસ્ટના રોજ રાજસ્થાનના ઝાલોર જિલ્લાનાં આહોર તાલુકામાં રહેતી સગીર વયની બાળાની અપહરણ ની ફરિયાદ તેનાં પરિવાર દ્વારા 15 ઑગસ્ટના રોજ રાજસ્થાનનાં ઝાલોર જિલ્લાનાં વિસ્તારમાં આવેલ પોલીસ મથકે નોંધાઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જોકે અપહરણ થનાર સગીર યુવતીના પરિવાર દ્વારા પોલીસને માહિતી મળેલ કે યુવતી ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક યુવાનનાં સંપર્કમાં હોવાનું જાણવા મળતા રાજસ્થાન પોલીસ પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનનાં સ્ટાફની મદદ લઈ શંકાસ્પદ યુવાનના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે મળતી માહિતી મુજબ શંકાસ્પદ યુવાનને ઘરે પોલીસ પહોંચતા યુવાન પણ ઘરેથી ફરાર થયો હોવાનું જાણવાં મળ્યું છે.

અપહરણનો ભોગ બનનાર સગીર યુવતીની પુક્ત વયમાં થોડાં દિવસો ધટતા હોય અને તેનું અપહરણ થતાં અપહરણ કરનાર અંજાન વ્યક્તિ સામે પણ કાયદાની જોગવાઈ અનુસાર ગુચ ઉભી થવાની શક્યતાઓ રહેલી છે. હાલ રાજસ્થાન પોલીસ દ્વારા સગીર બાળાને શોધવાના ચક્રો ગતિમાન કરવામા આવ્યાં છે.