ગોધરા,ગોધરા નાડીયાવાસ ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી એક ઈસમને કુલ 1040/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડયો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા નાડીયાવાસમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીનાઅ આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઇડ દરમિયાન કિશોર બાબુભાઈ હડીયલને ઝડપી પાડવામાં આવ્યો. ઝડપાયેલ ઈસમ પાસેથી દાવ ઉપર મુકેલ અને અંગઝડતી કરી 1040/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ